અમદાવાદ : આ વિશે વાત કરતાં બિઝનેસ મીટીંગના ચેર પર્સને જણાવ્યું કે, ઉડાન અંતર્ગત બે દિવસ મહિલાઓ માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. જેમાં પ્રથમ દિવસે ફેશન શો યોજાશે અને બીજા દિવસે શહેરની વીમન સેલિબ્રિટીઝ સાથે પેનલ ડિસ્કશન અને એવોર્ડ સેરેમની યોજાશે, ત્યારબાદ બપોરે મહિલાઓના કાયદા અને એપને લઈને ટોક શો ઉપરાંત કેન્ડલ મેકિંગ વર્કશોપ અને કૂકીંગ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ: જીસીસીઆઈ દ્વારા 7 અને 8 માર્ચે મહિલાઓ માટે ખાસ કાર્યક્રમો યોજાશે - ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી
સમગ્ર દેશમાં 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવાય છે, ત્યારે ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અંતર્ગત આવેલી બિઝનેસ વિમલ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ લઈને વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ 7 અને 8 માર્ચના રોજ યોજાશે. આ કાર્યક્રમના પ્રથમ દિવસે મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને તેમના પત્ની અંજલી રૂપાણી સહિત મેયર બીજલ પટેલ અને નારી શક્તિ પુરસ્કાર ધરાવતા ઉમા દેવી ઉપસ્થિત રહેશે, ત્યારબાદ મહિલાઓ માટે અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવશે.

આંતરરાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ: જીસીસીઆઈ દ્વારા 7 અને 8 માર્ચે મહિલાઓ માટે ખાસ કાર્યક્રમો યોજાશે
આ કાર્યક્રમ યોજનાનો મુખ્ય હેતુ છે કે ગામડાઓ કે પછી ઘરથી બિઝનેસ કરતી મહિલાઓને ઉડાન ક્લબમાં પ્લેટફોર્મ આપવામાં આવે છે. તેવી મહિલાઓ પોતાની પ્રોડક્ટને એક સીટ કરે અને તેમના બિઝનેસને લઈને આગળ વધવાનો પણ મોકો મળે.