ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરમાં માછીમારોને આંતરરાષ્ટ્રીય જળસીમા ન ઓળંગવા સુચના - BOAT ASSOCIATION

પાકીસ્તાન મરીન સિક્યુરીટી દ્વારા અવાર-નવાર ભારતીય બોટોના અપહરણ કરી જવામાં આવે છે જેમાં સૌથી વધુ બોટ પોરબંદરની છે. તેથી પકડા-પકડીનો ખેલ અટકાવવા પોરબંદર SOGએ બોટ માલીકો અને બોટ એસોસિયેશન સાથે બેઠક યોજી વિવિધ સૂચનાઓ આપી હતી

પોરબંદરમાં માછીમારોને આંતરરાષ્ટ્રીય જળસીમા ન ઓળંગવા સુચના
પોરબંદરમાં માછીમારોને આંતરરાષ્ટ્રીય જળસીમા ન ઓળંગવા સુચના

By

Published : Apr 3, 2021, 11:53 AM IST

  • પોરબંદર SOGએ બોટ માલીકો અને બોટ એસોસિયેશન સાથે બેઠક યોજી
  • ખલાસીઓને ફિશિંગમાં જતી વખતે ઓળખપત્રોની કોપી તેમજ મોબાઇલ નંબરની ખાસ નોંધ રાખવા સુચના
  • માછીમારો ટોલ ફ્રી નંબર 1093નો રાષ્ટ્ર સુરક્ષામાં મહત્તમ ઉપયોગ કરી શકે છે

પોરબંદર:હાલની પરિસ્થિતિમાં IMBL પર ભારતીય બોટો તથા માછીમારોના અપહરણના બનાવો બનતા અટકાવવા તેમજ IMBL ક્રોસ કરીને ફિશિંગ ન કરવા અંગે જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. રવિ મોહન સૈની દ્વારા SOG PI કે. આઇ. જાડેજા તથા PSI એચ. સી. ગોહિલને સુચના આપવામાં આવી હતી. જે સુચનાના આધારે તેમના દ્વારા બોટ એસોસિયેશન તથા બોટ માલીકો સાથે એક તકેદારી મીટીંગ યોજવામાં આવી હતી.

આ પણ વાંચો:મુખ્યપ્રધાન રૂપાણીએ માછીમારોને અનુકુળ જગ્યાએ બંદર બનાવી આપવાની આપી ખાત્રી

IMBL ક્રોસ કરીને ફિશિંગ નહીં કરવા સુચના

બોટ એસોસિયેશન તથા બોટ માલીકો સાથે એક તકેદારીના ભાગરૂપે યોજાયેલી મીટીંગમાં બોટ માલીકોને સુચના આપવામાં આવી હતી કે, માછીમારીમાં જતી બોટના ટંડેલ તથા ખલાસીઓને ફિશિંગમાં જવા રવાના થાય ત્યારે IMBL ક્રોસ કરીને ફિશિંગ નહીં કરવા સુચના આપવામાં આવે છે. ખલાસીઓ ફિશિંગમાં જાય ત્યારે તેઓના ઓળખપત્રોની કોપી તેમજ તેઓના મોબાઇલ નંબરની ખાસ નોંધ રાખવી. માછીમારી કરવા જતી બોટના ટંડેલ ખલાસીઓએ 20 નંબરની ચેનલનો ઉપયોગ કરવો. ઉપરાંત ટોલ ફ્રી નંબર 1093નો રાષ્ટ્ર સુરક્ષામાં મહત્તમ ઉપયોગ કરીને કોઈ શંકાસ્પદ પ્રવૃતિ જણાઇ આવે તો તાત્કાલિક જાણ કરવા સુચના આપવામાં આવી હતી.

આ પણ વાંચો:જામનગર કે લૂંટેરે : દરિયામાં માછીમારો કરી રહ્યા છે માછલીની લૂંટ

ABOUT THE AUTHOR

...view details