ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોના ઇફેક્ટઃ ભાઈબીજના દિવસે માધવપુરમાં સમુદ્ર સ્નાન ન કરવા તંત્રની સૂચના - Madhavpur sea

પોરબંદરના માધવપુર ઘેડ ખાતે ભાઈબીજના દિવસે દરિયામાં સ્નાન કરવાનું અનેરું મહત્વ રહેલું છે અને અહીં દર વર્ષે હજારોની સંખ્યામાં ભાવિકો દૂર દૂરથી સ્નાન કરવા આવતા હોય છે. પરંતુ આ વખતે કોરોનાને પગલે સલામતીને ધ્યાને લઈને તંત્રએ અહીં સ્નાન ન કરવા લોકોને જણાવ્યુ છે અને લોકોને અહીં ન આવવા પણ અપીલ કરી છે.

ભાઈબીજના દિવસે માધવપુરમાં સમુદ્ર સ્નાન ન કરવા તંત્રની સૂચના
ભાઈબીજના દિવસે માધવપુરમાં સમુદ્ર સ્નાન ન કરવા તંત્રની સૂચના

By

Published : Nov 11, 2020, 11:06 PM IST

પોરબંદરઃ જિલ્લાના માધવપુર ઘેડ ખાતે માધવરાયનું મંદીર આવેલું છે અને દરિયામાં સ્નાન કરવા માટે ભાઈબીજના દિવસે ભાવિકો ઉમટી પડતા હોય છે. માધવપુર ગામ ઐતિહાસિક અને ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ મહત્વનું સ્થળ છે. માધવપૂર દરિયામાં ભાઈબીજના દિવસે સ્નાન કરવાનું અનેરું મહત્વ છે.

શ્રદ્ધાળુઓ અન્ય જિલ્લા અને અન્ય રાજ્ય ખાતેથી માધવપૂરના દરિયામાં સ્નાન કરવા ભાઈબીજના દિવસે આવી પહોંચે છે અને હજ્જારોની સંખ્યામાં ભાવિકો અહીં સ્નાન કરીને ધન્યતા અનુભવે છે. મથુરા ખાતે સ્નાન કરવાથી જે પુણ્ય મળે છે, તેટલું જ પુણ્ય માધવપૂરના દરિયામાં ભાઈબીજના દિવસે સ્નાન કરવાથી મળે છે તેવી શ્રદ્ધા રાખી દર વર્ષે ભવિકોનું માનવ મહેરામણ માધવપુર ખાતે ઉમટી પડે છે.

ભાઈબીજના દિવસે માધવપુરમાં સમુદ્ર સ્નાન ન કરવા તંત્રની સૂચના

આ વખતે કોરોનાની મહામારી ચાલી રહી છે, ત્યારે સરકારની ગાઈડલાઈન મુજબ પણ લોકોએ ભીડમાં ન રહેવું જોઈએ. આમ સલામતીની તકેદારીના ભાગ રૂપે વહીવટી તંત્ર અને પોલીસ તંત્રએ ભાઈબીજના દિવસે ભાવિકો માધવપુરના સમુદ્રમાં સ્નાન ના કરે તેવી લોકોને સૂચના આપી છે.

ABOUT THE AUTHOR

...view details