ગુજરાત

gujarat

ETV Bharat / state

નૌસેનાએ “સમુદ્ર સેતુ” ઓપરેશન અંતર્ગત ઇરાનમાંથી ભારતીયોને પરત લાવવાની કામગીરી શરૂ કરી

ભારતીય નૌસેના દ્વારા વિદેશમાં ફસાયેલા ભારતીયોને સ્વદેશ પરત લાવવા માટે ઓપરેશન સમુદ્ર સેતુ શરૂ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ઘણા લોકો પોતાના વતન પરત ફર્યા હતા.

indian-navy-begins-operation-samudra-setu
ભારતીય નૌસેનાએ “સમુદ્ર સેતુ” ઓપરેશન અંતર્ગત ઇરાનમાંથી ભારતીયોને પરત લાવવાની કામગીરી શરૂ કરી

By

Published : Jun 8, 2020, 7:43 PM IST

પોરબંદરઃભારતીય નૌસેનાના જહાજ જલશ્વ અને મગરદ્વારા અત્યાર સુધીમાં માલદીવ્સ અને શ્રીલંકામાંથી 2874 લોકોનેભારતમાં કોચી અને ટુટીકોરીન બંદર પર લાવવામાં આવ્યા છે. સમુદ્ર સેતુ ઓપરેશનના તે પછીના તબક્કામાં, ભારતીય નૌસેનુંજહાજ શાર્દુલ 08 જૂન 2020થી ઇરાનના બંદર અબ્બસ પરથીભારતીયોને લઇને ગુજરાતના પોરબંદર ખાતે લાવવાની કામગીરીશરૂ કરશે. ઇસ્લામિક પ્રજાસત્તાક રાષ્ટ્ર ઇરાનમાં સ્થિત ભારતીય મિશન દ્વારા સ્વદેશ લાવવાના હોય તેવા ભારતીયોની યાદી તૈયારકરવામાં આવી રહી છે.અને તેમની તબીબી તપાસ કર્યા પછીજહાજમાં બેસવાની સુવિધા પૂરી પાડવામાં આવશે.

ભારતીય નૌસેનાએ “સમુદ્ર સેતુ” ઓપરેશન અંતર્ગત ઇરાનમાંથી ભારતીયોને પરત લાવવાની કામગીરી શરૂ કરી

INS શાર્દુલ પર કોવિડ-19 સંબંધિત સામાજિક અંતરના માપદંડો નિર્ધારિત કરવામાં આવ્યા છે અને આ જહાજ વિશેષરૂપે વિદેશમાંથી ભારતીયોને પરત લાવવા માટે તૈનાત કરવામાં આવ્યુંછે. જેમાં અતિરિક્ત તબીબી સ્ટાફ, ડૉક્ટરો, હાઇજિનિસ્ટ,ન્યુટ્રીશનિસ્ટ, મેડિકલ સ્ટોર, રેશન, વ્યક્તિગત સુરક્ષાત્મકઉપકરણો, ફેસ માસ્ક, જીવનરક્ષક ઉપકરણો વગેરે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.

ભારતીય નૌસેનાએ “સમુદ્ર સેતુ” ઓપરેશન અંતર્ગત ઇરાનમાંથી ભારતીયોને પરત લાવવાની કામગીરી શરૂ કરી

અધિકૃત તબીબી પહેરવેશ ઉપરાંત, હાલમાંચાલી રહેલી કોવિડ-19 કટોકટી દરમિયાન ભારતીય નૌસેના દ્વારાતૈયાર કરવામાં આવેલા નાવીન્યપૂર્ણ ઉત્પાદનો સહિત વિશેષરૂપેકોવિડ-19 સામે લડવા માટેના ચોક્કસ તબીબી ઉપકરણો પણજહાજમાં રાખવામાં આવ્યા છે.

ભારતીય નૌસેનાએ “સમુદ્ર સેતુ” ઓપરેશન અંતર્ગત ઇરાનમાંથી ભારતીયોને પરત લાવવાની કામગીરી શરૂ કરી

સ્વદેશ પરત લાવવામાં આવેલા લોકોને પોરબંદર સુધીની દરિયાઇ મુસાફરી દરમિયાન પાયાની સુવિધાઓ અને તબીબી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. કોઇપણ આકસ્મિક સ્થિતિને ધ્યાનમાંરાખીને વિશેષ આઇસોલેશન કમ્પાર્ટમેન્ટ પણ તૈયાર કરવામાંઆવ્યા છે. લક્ષણો ન ધરાવતા હોય તેવા સંક્રમણ વાહકો સહિતકોવિડ-19 સાથે સંકળાયેલા અનન્ય પડકારોને ધ્યાનમાં રાખીને,આ દરિયાઇ મુસાફરી માટે સખત પ્રોટોકોલ નિર્ધારિત કરવામાંઆવ્યાછે. તમામ મુસાફરોને પોરબંદર ખાતે ઉતાર્યા પછી, રાજ્યનાસત્તા મંડળોને આગળની કાર્યવાહી માટે આ મુસાફરો સોંપવામાંઆવશે.

ભારતીય નૌસેનાએ “સમુદ્ર સેતુ” ઓપરેશન અંતર્ગત ઇરાનમાંથી ભારતીયોને પરત લાવવાની કામગીરી શરૂ કરી

ABOUT THE AUTHOR

...view details