ગુજરાત

gujarat

ETV Bharat / state

ભારતીય તટરક્ષક દળે ઓખા નજીક IFB દરિયાખેડૂના 07 ક્રૂ મેમ્બરને બચાવ્યા

ભારતીય તટરક્ષક દળના જહાજ C-413 દ્વારા 17 ડિસેમ્બરના રોજ ઓખાથી અંદાજે 21 નોટિકલ માઇલ દૂર IFB શ્રી દરિયાખેડૂના 07 ક્રૂ મેમ્બરને બચાવવામાં આવ્યા હતા. તેઓ તકલીફમાં હોવાની માહિતી મળ્યા બાદ, ઓખાના તટરક્ષક જિલ્લા હેડક્વાર્ટર દ્વારા દાતુમ ખાતે મહત્તમ ઝડપ સાથે C-413 લોન્ચ કરવામાં આવ્યું હતું અને સહાયતા પહોંચાડવામાં આવી હતી.

By

Published : Dec 18, 2020, 9:43 PM IST

ભારતીય તટરક્ષક દળે ઓખા નજીક IFB દરિયાખેડૂના 07 ક્રૂ મેમ્બરને બચાવ્યા
ભારતીય તટરક્ષક દળે ઓખા નજીક IFB દરિયાખેડૂના 07 ક્રૂ મેમ્બરને બચાવ્યા

  • ભારતીય તટરક્ષક દળે દરિયાખેડૂના 07 ક્રૂ મેમ્બરને બચાવ્યા
  • ભારે પૂરના કારણે મધદરિયે આંશિક ડુબેલી સ્થિતિમાં હોડી મળી આવી હતી
  • ઓખાથી અંદાજે 21 નોટિકલ માઇલ દૂર પહોંચી તમામ ક્રુ મેમ્બરને કોસ્ટગાર્ડ ટીમે બચાવ્યા

પોરબંદરઃ જ ઓખાથી અંદાજે 21 નોટિકલ માઇલ દૂર IFB શ્રી દરિયાખેડૂના 7 ક્રુ મેમ્બર તકલીફમાં હોવાની માહિતી મળતા ઓખાથી અંદાજે 21 નોટિકલ માઇલ દૂર C-413 દાતુમ ખાતે આવી પહોંચ્યું હતું અને ભારે પૂરના કારણે તેમને આંશિક ડુબેલી સ્થિતિમાં હોડી મળી આવી હતી.

કોસ્ટગાર્ડને મધદરિયે આંશિક ડુબેલી સ્થિતિમાં હોડી મળી આવી

તમામ ક્રૂ મેમ્બરને સલામત રીતે ઓખા લાવવામાં આવ્યા

ક્રૂએ લંગર ફેંક્યું હોવાથી હોડીને પાછી કાઢવાની વ્યવસ્થા શક્ય નહોતી અને તેમણે હોડી છોડી દીધી હતી. તમામ ક્રૂ મેમ્બરને સલામત રીતે C-413માં બેસાડીને ઓખા લાવવામાં આવ્યા હતા. બચાવવામાં આવેલા ક્રૂ મેમ્બર સાથે C-413 ઓખા આવી પહોંચ્યું હતું. તમામ ક્રૂમેમ્બરને સ્વસ્થ અને સ્થિર સ્થિતિમાં સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યાં હતા.

ABOUT THE AUTHOR

...view details