ગુજરાત

gujarat

ETV Bharat / state

ભારતીય તટ રક્ષક દળે માછીમારીની 'હરસિદ્ધિ' બોટને શોધીને બચાવી લીધી - porbandar news

11 માર્ચ 2021ના રોજ સાંજે લગભગ 18.30 કલાકે ભારતીય તટરક્ષક દળના જહાજ (ICGS) રાજરતનને પોતાના ક્ષેત્રમાં પેટ્રોલિંગ દરમિયાન ભારતીય માછીમારી બોટ (IFB) દેવ તરફથી સંદેશો મળ્યો હતો કે, સાત ક્રૂ સાથેની IFB હરસિદ્ધિ નવાડ્રાથી અંદાજે 37NM સમુદ્રમાં આગમાં લપેટાઇ ગઇ હતી.

Porbandar
Porbandar

By

Published : Mar 14, 2021, 7:32 AM IST

  • ભારતીય તટ રક્ષક દળે આગ લાગેલ માછીમારીની 'હરસિદ્ધિ' બોટને શોધીને 7 માછીમારોનું રેસ્કયુ કર્યુ
  • પેટ્રોલિંગ દરમિયાન ભારતીય માછીમારી બોટ (IFB) દેવ તરફથી સંદેશો મળ્યો હતો
  • સાતેય ક્રૂને બચાવીને નજીકમાં રહેલી IFB ગાત્રાલ માછીમારી બોટ દ્વારા બચાવાયા
  • માછીમારોએ કોસ્ટ ગાર્ડનો આભાર માન્યો

પોરબંદર: ICGS રાજરતનને રિપોર્ટિંગ કરવામાં આવેલી જગ્યાએ શોધખોળ કરવાના અને તમામ સહાય પૂરી પાડવાના નિર્દેશો આપવામાં આવ્યા હતા. ICGS રાજરતન પોતાની મહત્તમ ઝડપ સાથે સ્થળ પર પહોંચ્યું હતું અને આગ બુઝાવવાનું કામ હાથ ધર્યું હતું. તમામ સાતેય ક્રૂને બચાવીને નજીકમાં રહેલી IFB ગાત્રાલ માછીમારી બોટ દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: જૂનાગઢના માંગરોળમાં દરીયાની જેટીમાં બોટ પાર્કીંગમાં આગ લાગી

સતત બે કલાક સુધી આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી હોવા છતાં હોડીને બચાવી શકાઈ નહોંતી

ક્રૂને ICGS રાજરતન પર લઇ જવામાં આવ્યા હતા અને તેમને જરૂરી પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. તેમજ તેઓ સ્થિર અને સ્વસ્થ સ્થિતિમાં હોવાનું જાણવા મળ્યું હતું. સતત બે કલાક સુધી આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી હોવા છતાં, હોડીને બચાવી શકાઇ નહોંતી અને છેવટે દરિયામાં ડુબી ગઇ હતી.

ભારતીય તટ રક્ષક દળે માછીમારીની 'હરસિદ્ધિ' બોટને શોધીને બચાવી લીધી

આગ બહુ ઝડપથી ફેલાઇ રહી હોવાથી તેમની પાસે પ્રતિક્રિયા માટે સમય રહ્યો નહોંતો

બચાવી લેવામાં આવેલા માછીમારોને જાણ કરવામાં આવી હતી કે, તેમની હોડીમાં એન્જિન રૂમમાં આગ લાગી હતી અને આગ બહુ ઝડપથી ફેલાઇ રહી હોવાથી તેમની પાસે પ્રતિક્રિયા માટે સમય રહ્યો નહોંતો. સાત માછીમારોને ICGS રાજરતન દ્વારા 12 માર્ચ 2021ના રોજ અંદાજે 03.00 કલાકે પોરબંદર લાવવામાં આવ્યા હતા અને સ્થાનિક પોલીસને સોંપવામાં આવ્યા હતા અને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: પોરબંદર કોસ્ટ ગાર્ડ દ્વારા શંકાસ્પદ માલવાહક બોટને પૂછપરછ માટે ઓખા બંદર ખાતે લાવવામાં આવી

ABOUT THE AUTHOR

...view details