- ભારતીય તટ રક્ષક દળે પાકિસ્તાની માછીમારી બોટ પકડી
- ભારતીય જળસીમા પરથી 'અલ્લાહ પાવકલ' નામની પાકિસ્તાની બોટ પકડી
- ભારતીય તટરક્ષક જહાજે 12 ખલાસીઓને પકડીને ઓખા વધુ પૂછપરછ માટે લઈ જવાયા
પોરબંદર: 14 સપ્ટેમ્બર 2021ની રાત્રે ભારતીય તટરક્ષક જહાજ રાજરતન જ્યારે સર્વેલન્સ મિશન પર 12 ખલાસીઓ સાથે ભારતીય જળસીમા પરથી 'અલ્લાહ પાવકલ' નામની પાકિસ્તાની બોટ પકડી હતી. તમામને પૂછપરછ માટે ઓખા લઈ જવાયા છે.
ભારતીય તટ રક્ષક દળે ભારતીય જળસીમામાંથી 12 ખલાસીઓ સાથે પાકિસ્તાની બોટ પકડી એજન્સીઓ દ્વારા વધુ સંયુક્ત તપાસ માટે બોટ ઓખા લાવવામાં આવી
કમાન્ડન્ટ (JG) ગૌરવ શર્માના આદેશ હેઠળ ICG શિપને પડકારવામાં આવી હતી અને જહાજની બોર્ડિંગ પાર્ટી ખરાબ અને પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓ હોવા છતાં બોટ બચાવવાનું કામ સોંપવામાં આવ્યું હતું. હવે, યોગ્ય એજન્સીઓ દ્વારા વધુ સંયુક્ત તપાસ માટે બોટ ઓખા લાવવામાં આવી છે. નોંધનીય છે કે, ભારતીય કોસ્ટગાર્ડે છેલ્લા 4 દિવસો દરમિયાન હેલિકોપ્ટર દ્વારા હાથ ધરવામાં આવેલા રાત્રિ ઓપરેશનમાં ડૂબતી બોટમાંથી 7 માછીમારોને બચાવ્યા છે અને અવિરત વરસાદ વચ્ચે રાજ્ય સરકારના HDR પ્રયાસોને વધારવા માટે રાહત ટીમો સાથે 6 ઇન્ફ્લેટેબલ બોટ પણ પૂરી પાડી છે.