પાકિસ્તાનમાં કુલ 1090 જેટલી ભારતીય બોટ ભારતીય જળસીમા પરથી જપ્ત થયેલી છે. જે માંથી 400 થી 500 જેટલી બોટ વ્યવસ્થિત રીતે ચાલતી હોવાથી પાકિસ્તાન સરકારે આ તમામ ભારતીય બોટોની હરાજી કરી હોવાનું જાણવા મળ્યું છે અને પાકિસ્તાનના માછીમારોએ જ આ બોટ ખરીદી હોવાનું જાણવા મળ્યું છે. પોરબંદરમાં આ હરાજીનો માછીમારો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે.
ભારતીય બોટની પાકિસ્તાનમાં હરાજી કરાઇ, ભારતીય માછીમારોમાં રોષ - indian fishermen
પોરબંદર: પાકિસ્તાનમાં ભારતીય જળસીમા પરથી પકડાયેલી બોટોની હરાજી કરવામાં આવી છે. આ મામલે પોરબંદરના માછીમારોમાં રોષ ભભૂકી ઉઠયો છે. કારણ કે, ભારતીય જળસીમા પરથી ભારતીય બોટોનો જ ઉપયોગ કરીને પાકિસ્તાન દ્વારા ભવિષ્યમાં આતંકવાદી પ્રવૃત્તિ થઈ શકે તેવી ચિંતા પણ વ્યક્ત કરી હતી.
પાકિસ્તાનમાં 450 જેટલા ભારતીય માછીમારો કેદ છે તથા 1090 બોટ છે. જેમાંથી અન્ય બોટોને ભંગારમાં ખાલસા કરી દેવામાં આવે છે, તેવી જ રીતે ભારતીય બોટનો ઉપયોગ કોઈપણ પાકિસ્તાનનો નાગરિક ન કરી શકે તેવી વ્યવસ્થા કરવા પોરબંદરના માછીમારોએ જણાવ્યું છે.
ભૂતકાળમાં મુંબઈ બ્લાસ્ટની ઘટનામાં કસાબ દ્વારા ભારતીય જળસીમા પરથી ઘુસીને પોરબંદરના જ માછીમારની ભારતીય કુબેર બોટનો ઉપયોગ કર્યો હતો. આમ, જો પાકિસ્તાનમાં ભારતીય બોટની અરજી થાય તો ભવિષ્યમાં ક્યારેક પાકિસ્તાનીઓ દ્વારા આ પ્રકારની આતંકવાદી પ્રવૃત્તિઓ કરવામાં આવી શકે છે. આથી, આ તમામ પ્રવૃત્તિઓ રોકવા માટે પાકિસ્તાનમાં ભારતીય બોટોની હરાજી બંધ કરવામાં આવે તેવી વિનંતી ભારતીય માછીમારોએ કરી છે.