- ગ્રામયાત્રા કાર્યક્રમ લાંબો ચાલતા મહાનુભાવો મોબાઈલમાં વ્યસ્ત જોવા મળ્યા
- ગ્રામ યાત્રાને લીલીઝંડી આપીને કૃષિપ્રધાન રાઘવજીભાઇ પટેલે પ્રસ્થાન કરાવ્યું
- PM મોદીએ પાયાની યોજનાઓ શરૂ કરી ગામડાઓને સમૃધ્ધ બનાવ્યા છે - કૃષિપ્રધાન
પોરબંદર: આઝાદી કા અમૃત મહોત્સવ (azadi ka amrit mahotsav) અંતર્ગત કૃષિ અને પશુપાલન પ્રધાન (Minister of Agriculture and Animal Husbandry) તથા પોરબંદર જિલ્લાના પ્રભારી પ્રધાન રાઘવજીભાઇ પટેલ (raghavji patel)ના હસ્તે પોરબંદર (porbandar) ખાતે જિલ્લાકક્ષાની આત્મનિર્ભર ગ્રામયાત્રાનો પ્રારંભ (atmanirbhar gram yatra) કરાયો હતો. આ સાથે કૃષિ પ્રધાને રૂપિયા 415.89 લાખના ખર્ચે તૈયાર 171 વિકાસકામોનું ઇ-લોકાર્પણ (E-launching) તથા રૂપિયા 370.82 લાખના 161 કામોનું ખાતમુહર્ત કરવાની સાથે 170 લાભાર્થીઓને રૂપિયા 57 લાખની રકમની સહાય વિતરણ (Aid distribution) કરી હતી.
રૂપિયા 843.71 લાખના વિકાસના કામો
આમ જિલ્લામાં કુલ 502 કામો/સહાય માટે રૂપિયા 843.71 લાખના વિકાસના કામો/સહાય વિતરણ કરાઇ હતી. જો કે કાર્યક્રમ આયોજિત સમયથી વધુ ચાલતા લોકો સહિત સ્ટેજ પરના મહાનુભાવો મોબાઈલમાં વ્યસ્ત દેખાતા હતા. આથી પબ્લિકને પણ કંટાળો આવ્યો હોય તેવું જણાયું હતું. રાજ્ય પ્રધાન રાઘવજીભાઇ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતુ કે, ગામડા સુવિધાયુક્ત અને આત્મનિર્ભર બને, છેવાડાના માનવીને વિકાસના ફળ મળે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશ આગળ વધી રહ્યો છે.
3 દિવસ સુધી ગ્રામયાત્રા રથ ફેરવવામાં આવશે
આત્મનિર્ભર ગ્રામયાત્રા પોરબંદર જિલ્લાના ગામડાઓમાં ફરીને જનજનને સરકારની વિકાસલક્ષી યોજનાઓથી માહિતગાર કરવાની સાથે લાભાર્થીઓને યોજનાનો લાભ મળે તે માટે 3 દિવસ સુધી જિલ્લાના ગામડાઓમાં ગ્રામયાત્રા રથ ફેરવવામાં આવશે.ગામડાઓ સ્વચ્છ, ઘરે ઘરે શૌચાલય, બાળકોને પોષણ, ઘરનું પાકુ મકાન, ખેડૂત કલ્યાણલક્ષી યોજનાઓ જેવી પાયાની યોજનાઓ, સુવિધા છેવાડાના માનવીને મળે તે માટે સરકાર દ્વારા જન કલ્યાણલક્ષી અનેક યોજનાઓ કાર્યરત છે.