ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદર છાયા નગરપાલિકામાં નવા 2 જેસીબીનું પાલિકા પ્રમુખના હસ્તે લોકાર્પણ - porbander municipality

પોરબંદર છાયા નગરપાલિકામાં નવા બે જેસીબીનું લોકાર્પણ કરાયુ છે. 29 મેં ના રોજ સવારે 11ઃ 15 કલાકે સ્ટોર વિભાગ દ્વારા આર.એન્ડ બી.ના ડેલામાં પાલિકા પ્રમુખ સરજુ કારીયાના હસ્તે કરવામાં આવ્યુ છે.

પોરબંદર છાયા નગરપાલિકામાં નવા 2 જેસીબીનું પાલિકા પ્રમુખના હસ્તે લોકાર્પણ
પોરબંદર છાયા નગરપાલિકામાં નવા 2 જેસીબીનું પાલિકા પ્રમુખના હસ્તે લોકાર્પણ

By

Published : May 30, 2021, 2:57 PM IST

  • પોરબંદર નગરપાલિકામાં નવા 2 જેસીબીનો ઉમેરો
  • પાલીકા પ્રમુખ સરજુ કારીયાના હસ્તે કરાયુ લોકાર્પણ
  • પાલીકા પાસે 4 જેસીબી હતા 2નો થયો ઉમેરો

પોરબંદરઃ શહેરમાં છાયા સંયુક્ત નગરપાલિકા દ્વારા સફાઇની કામગીરી તથા ખોદકામ સહિતની કામગીરીમાં જેસીબીનો ઉપયોગ જરૂરી છે. નગરપાલિકા પાસે ચાર જેસીબી હતા જેમાં શનિવારે બે વધુ નવા જેસીબીનું લોકાર્પણ કરવામાં આવ્યુ છે.

પાલિકાના પ્રમુખના હસ્તે કરાયુ લોકાર્પણ

પોરબંદર પાલિકાના પ્રમુખ સરજુ કારીયાના હસ્તે બંન્ને જેસીબીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ચીફ ઓફિસર હેમંત પટેલ અને પાલિકાના કાઉન્સિલર કૃપા કારીયા અને ભાજપના હિતેશ કારીયા ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચોઃ પોરબંદર છાયા નગરપાલિકામાં નવા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી

55 લાખની કિંમતના 2 જેસીબીનો ઉમેરો

ચીફ ઓફિસર હેમંત પટેલના જણાવ્યા અનુસાર પાલિકા પાસે અત્યાર સુધી કુલ ચાર જેસીબી હતા. જેમાં 55 લાખની કિંમતના 2 નવા જેસીબીનો ઉમેરો થતા હવે 6 જેસીબી મશીનથી પાલીકા દ્વારા થતાં જોખમ રૂપ સફાઈ કાર્યો જે માણસો દ્વારા ન થઈ શકતા હોવાથી 2 જેસીબીનો વધારો કરાયો છે. સફાઈ સહિતના કાર્યમાં થતી મુશ્કેલી ઓછી થઈ કાર્ય સરળ બનશે.

ABOUT THE AUTHOR

...view details