ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરમાં ચોપાટી રોડનું 60 લાખના ખર્ચે ખાતમુહૂર્ત કરાયું - MLA Babu Bokhiria

પોરબંદરમાં નગરપાલિકા દ્વારા આજે શનિવારે સવારે ચોપાટીની બાજુમાં આવેલ રિલાયન્સ ફૂવારાથી દાદુના જિમ સુધીના રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ આગાઉ રેકડી કેબીન ધારકોને હટાવવામાં આવતા રેકડી કેબીન ધંધાર્થીઓએ કાળા વાવટા ફરકાવી વિરોધ કર્યો હતો.

ચોપાટી રોડનું ખાતમુહૂર્ત
ચોપાટી રોડનું ખાતમુહૂર્ત

By

Published : Apr 10, 2021, 10:33 AM IST

  • પોરબંદરમાં દ્વારા 60 લાખના ખર્ચે ચોપાટી પાસેનો રોડની મંજૂરી
  • ધારાસભ્ય બાબુ બોખીરિયા અને પાલિકા પ્રમુખ સરજુ કારિયાના હસ્તે ખાતમુહૂર્ત કરાયું
  • રોડ પર રેંકડી કેબન હટાવતા ધંધાર્થિઓએ વિરોધ કર્યો

પોરબંદર : નગરપાલિકા દ્વારા 60 લાખના ખર્ચે ચોપાટી પાસેનો રોડ બનાવવામાં આવી રહ્યો છે. તેનું આજરોજ ધારાસભ્ય બાબુ બોખીરિયા અને પાલિકા પ્રમુખ સરજુ કારિયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : પોરબંદરમાં સ્પ્લિટ ફલાયઓવર બ્રિજ પર લાઇટનું ખાતમુહૂર્ત કરાયું

રેકડી કેબીન ધંધાર્થીઓએ કાળા વાવટા ફરકાવી વિરોધ કર્યો

રેંકડી કેબીન ધારકોના આગેવાન બાવન બાદરશાહીએ જણાવ્યું હતું કે, અહીં અમારી રોજીરોટી સારી ચાલતી હતી જે બંધ કરાવી રેંકડી હટાવવામાં આવેલી છે. આ અંગે હાઇકોર્ટમાં કેસ ચાલતો હોવાથી અમે કોઈ પણ કાળે રસ્તો બનવા નહિ દઈએ.

આ પણ વાંચો : પોરબંદરના ચિંગરીયા-મંડેર રોડ પર રીફેસિંગના કાર્ય માટે ખાતમુહૂર્ત કરાયું

ABOUT THE AUTHOR

...view details