પોરબંદર: એક તરફ ગુજરાતમાં દારુ બંધી છે, તો બીજી તરફ ગાંધીજીના જન્મ સ્થળ પોરબંદરમાં જ પાલિકાના ફાયર બ્રિગેડના જવાનો સહિત એકને ફાયર બ્રિગેડ ઓફીસ ઉપર જ દારૂની મહેફિલ માણતા હોવાનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં પોલીસે દરોડા પાડી તમામને ઝડપી લીધા હતા.
કોઈએ આ વીડિયો બનાવી વાઇરલ કર્યો
પોરબંદર છાયા નગરપાલિકાના ફાયર વિભાગની ઓફીસના ઉપરના માળે ફાયર બ્રિગેડના અને અન્ય એક સહિતના ચાર કર્મચારીઓ દારુની મહેફિલ માણી રહ્યા હતા દરમિયાન કોઈએઆ વીડિયો બનાવી વાઇરલ કરતા પોલીસે ચારેયને ઝડપી જેલ હવાલે કર્યા હતા..
આ પણ વાંચો:Hijab Row in Surat : સુરતમાં પડ્યાં હિજાબ વિવાદના પડઘા, મુસ્લિમ મહિલાઓનો વિરોધ