- રાણાવાવમાં પોતાના જ ઘરમાં રૂ. 8 હજારની ઘરફોડ ચોરી કરનાર શખસ ઝડપાયો
- પરિવાર મજૂરી કામે ગયો હોવાથી શખશ તાળું તોડી કબાટમાંથી હાથ સફાઈ કરી
- પિતાએ નોંધાવી ફરિયાદ, પોલીસે સીસીટીવીના આધારે ચોર પુત્રને ઝડપી લીધો
રાણાવાવમાં ઘરના શખ્સે પોતાના જ ઘરમાંથી કરી 8 હજારની ચોરી
રાણાવાવમાં રહેતા એક મજૂર પરિવારના ઘરમાં ઘરના જ શખસે ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. મજૂર પરિવારના મોભીએ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, પોતાનો પરિવાર સવારથી મજૂરી કામે ગયો ત્યારે કોઈક શખસ બપોરે 3થી 6 વાગ્યા દરમિયાન કોઈક ઘરનું તાળું તોડી અંદર આવ્યો હતો. અને કબાટમાં રાખેલા મજૂરીના રોકડ રકમ રૂ. 8 હજારની ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. જોકે પરિવારનો પુત્ર જ ચોર નીકળતા પોલીસે તેની ધરપકડ કરી છે.
પોરબંદરઃ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરતા ચોરી ફરિયાદીના જ પુત્રે કરી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે સીસીટીવી ચેક કરતા ફરિયાદીનો પુત્ર રોહિત મોહનભાઈ ઘાંઘસ જ ચોરી કરતો જોવા મળ્યો હતો. પોલીસે આ સમગ્ર કાર્યવાહી બાદ આરોપીએ જાતે જ ચોરી કરી હોવાનું કહ્યું હતું. પોલીસે મુદ્દામાલના રોકડા રૂ. 8 હજાર લઈ તેની અટક કરી હતી. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. એટલે રાણાવાવ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.