પોરબંદરમાં વાયુ વાવાઝોડાના બીજા દિવસે વરસાદ સાથે પવન ફુંકાયો - Nimesh Gondaliya
પોરબંદર: ગુજરાતમાં આવેલા પોરબંદર જિલ્લામાં વાયુ વાવાઝોડું 13મી જૂને ત્રાટકવાનું હતું. પરંતુ વાયુ વાવાઝોડું ઓમાન તરઉ ફંટાતા પોરબંદર પરથી ખતરો ટળ્યો છે. પરંતુ હજુ પણ પૂરેપૂરું સંકટ ટળ્યું નથી.
પોરબંદરમાં વાયુ વાવાઝોડાના બીજા દિવસે વરસાદ સાથે પવન ફુંકાયો
આજે જિલ્લામાં પવનની ગતિએ વેગ પકડ્યો છે. ત્યારે હજુ પરિસ્થિતિ ગુરૂવારના દિવસે જેવી જ છે. પોરબંદરમાં આવેલી ચોપાટી પર દરિયામાં વધુ ઉંચાઈ પર મોજા ઉછળી રહ્યાં છે. સાથે જ રાત્રીના સમય દરમિયાન દરિયામાં ભયાનક મોજા મોટા પથ્થર પર ઉછળીને ચોપાટી પર પટકાય તેના દ્રશ્યો જોવા મળી રહ્યાં હતા.