પોરબંદર: પોરબંદરમાં દેશી દારુની હેરાફરી કરતા બે શખ્સની ધરપકડ કરવામાં આવી છે. જિલ્લામાં દારૂ-જુગારની બદીને સદંતર નાબુદ કરવા માટે જુનાગઢ રેન્જ ડી.આઇ.જી મનીંદર પ્રતાપસિંહ પવાર સાહેબ તથા પોલીસ અધિક્ષક ડો. રવી સૈની સાહેબ દ્વારા મળેલી સુચના અન્વયે પોરબંદર શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જે.સી.કોઠીયા સાહેબના માર્ગદર્શન મુજબ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના ઇ/ચા પો.સબ.ઈન્સ. બી.કે.ભારાઈની સુચના મુજબ પોલીસ સ્ટેશનના પો.હેડ.કોન્સ કે.આર.જાડેજા તથા કે.આર.બાલસ તથા પો.કોન્સ. રામશીભાઇ વીરાભાઇ, ભરતસિંહ કાળુભા તથા લોકરક્ષક વિજયભાઇ ખીમાભાઇ, ચના વેજાભાઈ વિગેરે સ્ટાફના માણસો ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.
પોરબંદરમાં ઉદ્યોગનગર પોલીસે દેશી દારૂનો મોટો જથ્થો ઝડપ્યો - પોરબંદર દેશી દારુ
પોરબંદરમાં દેશી દારુની હેરાફરી કરતા બે શખ્સની ધરપકડ કરવામાં આવી છે.
આ દરમિયાન બોખીરા કે.કે. નગર હાઉસીગ બોર્ડ આવાસ યોજના પાછળ મીઠાના અગરના પાળા ઉપર આવતા વિશાલ ઉર્ફે મોટો કીલુ કાનજીભાઇ ગીરનારી જેની ઉંમર 29 વર્ષ છે, જે.ખારવાવાડ હેઠાણ ફળીયુ રામદેવપીરના મંદિર પાસે રહે છે.
દેશી દારૂના બાચકાઓની હેર-ફેર કરતા દારૂ 600 રુપિયા લીટર જેની કિંમત 12 હજાર છે, આ 24 નંગ બાચકા સાથે મળી આવતા તેમજ દારૂ ચના જીવા ગુરગુટીયા રહે આદિત્યાણા તા.રાણાવાવ વાળા પાસેથી લઇ આવેલા હતા, જેથી બન્ને વિરુધ પ્રોહી કલમ 66(1)બી , 65ઇ, 81 મુજબ ઉદ્યોગનગર પો.સ્ટે.માં ગુનો દાખલ કરાયો છે.