પોરબંદર: સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસનો કેહેર છે, ત્યારે આ મહામારીની લડાઇમાં સાચા લડવૈયાઓમાં સ્વાસ્થ્યની પરવાહ કર્યા વગર કામ કરી રહેલા તબીબો અને મેડીકલ સ્ટાફ છે. પોરબંદરમાં બે મહિલા ડોકટર સગર્ભા હોવા છતા હાલની સ્થિતીમાં સેવાને મહત્વ આપી ને સાવચેતી સાથે ફરજ બજાવી રહી છે.
પોરબંદરમાં બે મહિલા ડોકટર ગર્ભવતી હોવા છતા બજાવી રહી છે ફરજ
પોરબંદરમાં બે મહિલા ડોકટર ગર્ભવતી હોવા છતા પણ પોતાના ગર્ભમાં ઉછરી રહેલા બાળની ચિંતા કર્યા વગર કોરોનાથી ચેપ ગ્રસ્ત થયેલા લોકો માટે સેવા આપી રહી છે.
પોરબંદર જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ RBSK માં સેવા આપી રહેલા પોરબંદરના ડો.ડિમ્પલબેન પડ્યા અને ડો.મનાલીબેન ભટ્ટ હાલ સર્ગભા છે. છતા તેઓએ રજા મુકી નથી તેઓ બન્ને હોમ ક્વોરન્ટાઇન લોકોના દેખરેખ અંગેના રિપોર્ટ તેમજ જરૂરી અહેવાલ અને વહિવટી તેમજ સેવાકીય કામગીરી બજાવી રહ્યા છે. ડો.ડિમ્પલબેન પંડ્યાએ જણાવ્યું હતુ કે, અમે આ પરિસ્થિતિમાં પણ કામ કરી રહ્યા છે. લોકોએ સ્વયંશિસ્ત કેળવીને લોકડાઉનની સ્થિતિમાં ઘરમાં જ રહેવુ જોઇએ.
જિલ્લા આરોગ્ય અધિકારી એ.જી.રાઠોડે જણાવ્યું હતું કે, સમગ્ર જિલ્લામાં તબીબો અને કર્મચારીઓ ટીમ વર્કથી કામ કરી રહ્યા છે. ડો.ડિમ્પલબેન અને ડો.મનાલીબેન પ્રેરણારૂપ કામગીરી કરી રહ્યા છે. અને તેમને પ્રોત્સાહિત પણ કરવામાં આવે છે. જિલ્લાનો આરોગ્ય સ્ટાફ ખડેપગે છે.