ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરમાં કોરોનાના વધુ 3 કેસ પોઝિટિવ, 1નું મોત - પોરબંદર કોરોના અપડેટ

પોરબંદરમાં આજે બુધવારે કોરોના પોઝિટિવના 3 કેસ નોંધાયા છે. આ સાથે અત્યાર સુધીમાં કોરોનાના કેસની સંખ્યા 700 પર પહોંચી છે. ઝુંડાળા, ખાપટ અને રાણા વાવ વિસ્તારમાંથી ત્રણ કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે.

પોરબંદરમાં આજે કોરોનાને 3 કેસ નોંધાયા, 1 મોત
પોરબંદરમાં આજે કોરોનાને 3 કેસ નોંધાયા, 1 મોત

By

Published : Oct 7, 2020, 8:42 PM IST

પોરબંદરઃ પોરબંદરમાં આજે બુધવારે કોરોના પોઝિટિવ 3 કેસ નોંધાયા છે. આ સાથે અત્યાર સુધી અહીં કોરોનાના કેસની સંખ્યા 700 પર પહોંચી છે. પોરબંદરના ઝુંડાળામાં રહેતા 20 વર્ષના યુવક, ખાપટમાં રહેતા 45 વર્ષના પુરુષ અને રાણા વાવના 28 વર્ષના પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આજ રોજ કુલ 10 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને કોરોનાના કારણે 1 દર્દીનું મોત થયું છે. અત્યાર સુધીમાં કોરોનાના કારણે મોતનો આંકડો 66 સુધી પહોંચ્યો છે.

પોરબંદરમાં આજે કોરોનાને 3 કેસ નોંધાયા, 1 મોત
પોરબંદરમાં હાલ એક્ટિવ દર્દીઓની સંખ્યા 34 દર્દી છે, જેમાં પોરબંદરની હોસ્પિટલમાં 16 દર્દી, કોવિડ કેર સેન્ટર ખાતે 3 દર્દી તથા અન્ય જિલ્લા રાજ્ય ખાતે 8 દર્દીઓ છે. જ્યારે પોરબંદર જિલ્લાથી હોમ આઈસોલેશનમાં 5 દર્દી તેમ જ અન્ય જિલ્લામાંથી એક પણ દર્દીને હોમ આઈસોલેશન નથી કરાયા. જ્યારે 2 દર્દીના રિપોર્ટ પેન્ડિંગ છે.

ABOUT THE AUTHOR

...view details