ગુજરાત

gujarat

ETV Bharat / state

કુતિયાણામાં રાત્રીના સમયે મકાનમાંથી રૂપીયા 27,500 ની રોકડની ચોરી - Police

કુતિયાણા: હાલ ચોરો બેફામ બન્યા છે જેને લઈને ચોરીના કિસ્સાઓ પણ બનવા લાગ્યા છે. ત્યારે કુતિયાણામાં રાત્રીના સમયે મકાનમાંથી રૂપીયા 27,500 ની રોકડની ચોરી થયાંની પોલીસ ફરિયાદ નોંધાઈ છે ત્યારે કુતિયાણા પોલીસે આ ચોરને ઝડપવા કાર્યવાહી હાથ ધરી છે.

કુતિયાણામાં રાત્રીના સમયે મકાનમાંથી રૂપીયા 27,500 ની રોકડની ચોરી

By

Published : Jun 26, 2019, 2:15 AM IST

પ્રાપ્ત વિગતો મુજબ, કુતિયાણાના બહારપુરા વિસ્તારમાં સાંઈબાબાના મંદિર પાસે રહેતો અરવિંદ ઉર્ફે જગમાલ ચીત્રોડાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું છે કે, મકાનમાં રાત્રીના સમયે કોઈ અજાણ્યો શખ્સ ઘુસ્યો હતો અને અરવિંદના ઘરમાં તેના પેન્ટના ખિસ્સામાં રહેલ રૂપીયા 24,000 ની રોકડ તથા પાકીટમાંથી રૂપીયા 3500 મળી કુલ 27,500 રૂપીયાની ચોરી કરી નાસી ગયો હતો. ત્યારે કુતિયાણા પોલીસે અરવિંદની ફરિયાદ પરથી અજાણ્યા ચોરને ઝડપી લેવાના પ્રયત્નો હાથ ધર્યા છે.

ABOUT THE AUTHOR

...view details