પોરબંદરઃ 17 ઓગસ્ટના રોજ આમ આદમી પાર્ટી કાર્યાલય ખાતે જિલ્લા કક્ષાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 50થી વધુ નવા સભ્યો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આ દરમિયાન આમ આદમી પાર્ટીના નવા હોદેદારોની પણ નિમણૂક કરવામાં આવી હતી.
પોરબંદરમાં આમ આદમી પાર્ટીએ નવા હોદેદારોની નિમણૂક કરી - news of porbandar
17 ઓગસ્ટના રોજ આમ આદમી પાર્ટી કાર્યાલય ખાતે જિલ્લા કક્ષાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 50થી વધુ નવા સભ્યો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આ દરમિયાન આમ આદમી પાર્ટીના નવા હોદેદારોની પણ નિમણૂક કરવામાં આવી હતી.
પોરબંદરમાં આમ આદમી પાર્ટીએ નવા હોદેદારોની નિમણૂક કરી
નવા જોડાયેલા સભ્યોમાં કુતિયાણા તાલુકા પંચાયતના પ્રમુખ, 3 એડવોકેટ, RTI એક્ટિવિસ્ટ ઉપરાંત 50થી વધુ કાર્યકરો સામેલ છે.
આ અંગે આમ આદમી પાર્ટીના IT સેલના પ્રમુખે જણાવ્યું કે, આવનારી તમામ ચૂંટણીમાં AAPના કાર્યકરો ઉભા રહેશે અને પોરબંદરમાં બાળકોને મફત સારું ભણતર, સારા રસ્તા, પીવાના પાણીની 24 કલાક વ્યવસ્થા, રોજગારી વગેરે લાભ અપાવશે.