પોરબંદર જિલ્લામાં કોરોનાને લઈને તંત્ર સજ્જ પણ લોકો મૂંઝવણમાં - કોરોના વાઈરસ ન્યૂઝ
પોરબંદર જિલ્લા કલેકટર દ્વારા જાહેર સ્થળો પર રાત્રીના ૯ થી સવારે 5 વાગ્યા સુધી પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે અને દિવસ દરમિયાન જાહેર સ્થળો પર 4 થી વધુ લોકોને એકત્રિત થવા પર મનાઈ ફરમાવવામાં આવી છે. ત્યારે આ બાબતે લોકોનો પ્રતિસાદ જાણવાનો etv ભારતે પ્રયત્ન કર્યો હતો.
![પોરબંદર જિલ્લામાં કોરોનાને લઈને તંત્ર સજ્જ પણ લોકો મૂંઝવણમાં Porbandar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9650624-718-9650624-1606226075498.jpg)
બાગ-બગીચા ચોપાટી રિવરફ્રન્ટ સહિતના જાહેર સ્થળો પર ચારથી વધુ લોકો ભેગા થવા પર પ્રતિબંધ
જાહેર સ્થળો પર રાત્રે ૯ થી સવારે 5 વાગ્યા સુધી બંધ
લગ્નસરાની સિઝનમાં પરિવારજનો મુશ્કેલીમાં મુકાયા
પોરબંદરઃ દેશભરમાં કોરોનાની મહામારીનું તહેવાર બાદ ફરી સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે આજે સરકાર દ્વારા લગ્ન અંગે ચોક્કસ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત પોરબંદર જિલ્લા કલેકટર દ્વારા જાહેર સ્થળો પર રાત્રીના 9 થી સવારે 5 વાગ્યા સુધી પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે અને દિવસ દરમિયાન જાહેર સ્થળો પર 4 થી વધુ લોકોને એકત્રિત થવા પર મનાઈ ફરમાવવામાં આવી છે. ત્યારે આ બાબતે લોકોનો પ્રતિસાદ જાણવાનો etv ભારતે પ્રયત્ન કર્યો હતો.