પોરબંદરમાં મુંબઈથી આવેલા એક યુવાનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ - Porbandar Corona News
પોરબંદર જિલ્લામાં કુલ 13 પોઝિટિવ કેસ માંથી બે કોરોના પોઝિટિવ દર્દીઓના મોત થયા છે. અને 1 ની તબીયત સારી થતા રજા આપવામાં આવી હતી. જ્યારે ત્યારબાદ પોરબંદર કોરોના મુક્ત બન્યું હતું પરંતુ ફરી એક રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
પોરબંદરઃ જિલ્લામાં કુલ 13 પોઝિટિવ કેસ આવ્યા હતા. જેમાંથી બે કોરોના પોઝિટિવ દર્દીઓના મોત થયા છે. અત્યાર સુધીમાં અને ગત તારીખ 17 ના રોજ એક દર્દીને તબિયત સારી થતા મુક્ત કરવામાં આવ્યો હતો. જ્યારે ત્યારબાદ પોરબંદર કોરોના મુક્ત બન્યું હતું પરંતુ આજરોજ ફરીથી મુંબઈથી પોરબંદર આવેલા એક યુવાનને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે.
મુંબઈના ભીવંડીમાં રહેતા ભાવિન દોલતરાય સાણથરા અને પોરબંદરના મજીવાણા ગામના વતની તેના પિતા બીમાર હોવાથી 14 જૂન 2020 ના રોજ મુંબઈના ભીવંડી ખાતેથી પોતાનું સ્કૂટર લઈને 16 જૂન 2020 ના રોજ પોરબંદર ચૌટા ચેક પોસ્ટ પહોંચ્યા હતા અને તેને મહાત્માં ગાંધી ક્વોરેન્ટાઈન સેન્ટરમાં રાખ્યા હતા. 18 જૂનના રોજ DCHCમાં દાખલ કરી તેનું સેમ્પલ લેવામાં આવ્યુ હતુ. જેમાં આજે 19 જૂન 2020 માં રોજ તેનો કેસ પોઝિટિવ આવ્યો છે.