ગુજરાત

gujarat

By

Published : Mar 29, 2020, 9:38 AM IST

ETV Bharat / state

પોરબંદરમાં લોકડાઉનનો ભંગ કરનાર 77થી વધુ લોકો સામે ફરિયાદ નોંધાઇ

રાજયમાં લોકડાઉન જાહેર કર્યા બાદ પણ કેટલાક લોકો ઘરની બહાર નીકળી બીજાના જીવને પણ ખતરો રૂપ સાબિત થઇ રહ્યા છે. પોરબંદરમાં આવા ૭૭ થી વધુ લોકો સામે પોલીસ દ્રારા કલમ ૧૪૪નો ભંગ કર્યોની ફરિયાદ દાખલ કરી છે.

corona in gujrat
corona in gujrat

પોરબંદર: કોરોના વાયરસના કેહેરને અટકાવવા માટે સમ્રગ દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. લોકડાઉનનો ભંગ કરવા બદલ પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. ત્યારે ગુજરાત રાજયના પોરબંદરમાં 77 થી પણ વધુ લોકો વિરુદ્ધ 144 કલમ ના ભંગની કર્યો અંગેની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

જેમાં શાકભાજીની લારી ઉપર ભેગા થનાર લોકોનાં ટોળા તથા લોકડાઉન દરમ્યાન મોટી સંખ્યામાં મહિલાઓ એ નાગરવાડા ગોર માવડીનાં તહેવાર માટે જાહેરમાં ભેગા થયા હતા.અને જાહેરનામાનું ભંગ કર્યું હતું.પોલીસે આ તમામ લોકોની ધરપકડ કરી હતી.

લોકડાઉનનો ભંગ કરનાર 77થી વધુ લોકો સામે ફરિયાદ નોંધાઇ

ABOUT THE AUTHOR

...view details