ખાપટ ગામના સરકારી સર્વ નં 40/2ની માર્કેટીંગ યાર્ડ નજીકની જમીનમાં બીપીન ભાઇ ધવલભાઇ દ્વારા અંદાજે 325 ચો.મી. જમીનમાં માટે દબાણ કરાયુ હતું. તેની નજીક 175 ચો.મી. જમીનમાં અન્ય શખ્સોએ દબાણ કરીને બે દુકાનોનું બાંધકામ કર્યુ હતુ. તથા માર્કેટિંગ યાર્ડ નજીક રોડ પર અન્ય શખ્સોએ 200 ચો.મી. જમીનમાં દબાણ કર્યુ હતુ.
પોરબંદરના ખાપટ ગામે સરકારી જમીનને મામલતદાર ટીમ દ્વારા દબાણ મુક્ત કરાઈ - કલેકટર ડી.એન. મોદી જમીનને દબાણ મુક્ત કરી
પોરબંદરઃ શહેરમાં ખાપટ ખાતે ખાપટ-બોખીરા રોડ પર 700 ચો.મી. જમીનમાં થયેલા દબાણને કલેકટર ડી.એન. મોદીની સુચના મુજબ મામલતદાર અર્જુન ચાવડાએ પોતાની ટીમ સાથે સરકારી જમીનને દબાણ મુક્ત કરી છે. આ પ્રકારની કાર્યવાહી હાથ ધરાતા દબાણ કારોમાં ફફડાટ મચી ગઇ છે.
પોરબંદરના ખાપટ ગામે સરકારી જમીનને મામલતદાર ટીમ દ્વારા દબાણ મુક્ત કરાઈ
આમ ખાપટ ખાતે બોખીરા-ખાપટ રોડ પર માર્કેટીંગ યાર્ડ નજીકનાં 700 ચો.મી. સરકારી જમીનમા દબાણ થયુ હોવાનુ કલેકટર ડી.એન.મોદીનાં ધ્યાનમાં આવ્યુ હતું. જેથી કલેકટરની સુચનાથી મામલતદાર અર્જૂન ચાવડા, નાયબ મામલતદાર, સર્કલ ઓફીસર પોરબંદર અને રેવન્યુ તલાટી સહિતની ટીમે ખાપટ ખાતે થયેલા સરકારી જમીન પરના દબાણ દુર કરી ગેરકાયદે બાંધકામોને જમીન દોસ્ત કરાયા હતાં.