- પોરબંદરના ખેડૂત વળ્યા પ્રાકૃતિક રાહે
- પ્રાકૃતિક ઢબે ખેતી કરી ઉપજાવી મબલખ કેરી
- પ્રાકૃતિક રીતે ખેતી કરતા જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે છે
પોરબંદર: જિલ્લામાં ખેડૂતો પરંપરાગત ખેતીની સાથે સાથે આધુનિક ખેતી કરી રહ્યા છે. રાસાયાણિક ખાતરથી પૈસાનો વધુ ખર્ચ તથા જમીનને પણ નુકશાન થાય છે. રાણાવાવના બરડા પંથકમાં આવેલા નાના એવા બિલેશ્વર ગામના પ્રગતિશીલ ખેડૂત આંબાભાઇ ભાંભેરાએ પોતાની ફળદ્રુપ જમીનના ૩ વિઘા વિસ્તારમાં દેશી ખાતરનો ઉપયોગ કરીને ગીરની પ્રખ્યાત કેસર કેરીના આંબાની કલમોનુ વાવેતર કરીને કેરીનુ મબલક ઉત્પાદન કર્યુ છે.
પ્રાકૃતિક ખેતીનો ફાયદો
બરડા ડુંગર વિસ્તારના બિલેશ્વર ગામની સીમમા આંબાભાઇની જમીન આવેલી છે. ખેડૂતે કહ્યુ કે, હું છેલ્લા ૩ વર્ષથી પ્રાકૃતિક તરફ વળ્યો છું. પ્રાકૃતિક ખેતીનો સૌથી મોટો ફાયદો એ છે કે, જમીનની ફળદ્રુપતા જળવાઇ રહે છે. ખોટો ખર્ચ અટકે છે. અને સૌથી મહત્વ એ કે પ્રાકૃતિક ખેતીથી પાકેલા ધાન કે ફળ ખાવાથી લોકોના શરીરમાં દવા પ્રવેશતા અટકે છે.
આ પણ વાંચો : Organic Farming - 10 વીઘા જમીનમાં 350 મણ કેરીનું ઉત્પાદન મેળવે છે સણવલ્લા ગામનો ખેડૂત