પોરબંદરઃ પોરબંદર જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા નવતર પ્રયોગના ભાગરૂપે સીટી સ્કેન પ્રોજેક્ટ શરૂ છે. સંભવિત હાઇ રીસ્ક દર્દીઓનું હાઉસ ટુ હાઉસ સર્વે કરાશે. આઇ.ઇ.સી. કિટની બેડમાં સેનિટાઈઝર, માસ્ક અને કોવિડ-19 જાગૃતિ વિષયક સાહિત્યનો સમાવેશ. આગામી 15 દિવસમાં જિલ્લાના તમામ 155 ગામોને આવરી લેવાશે.
પોરબંદરમાં કોરોના અંગે જાગૃતિ માટે 10 હજાર IEC કીટનું વિતરણ કરાશે - પોરબંદર કોરોના અપડેટ
પોરબંદર જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા નવતર પ્રયોગના ભાગરૂપે સીટી સ્કેન પ્રોજેક્ટ શરૂ. સંભવિત હાઇ રીસ્ક દર્દીઓનું હાઉસ ટુ હાઉસ સર્વે કરાશે. આઇ.ઇ.સી. કિટની બેડમાં સેનિટાઈઝર, માસ્ક અને કોવિડ-19 જાગૃતિ વિષયક સાહિત્યનો સમાવેશ. આગામી 15 દિવસમાં જિલ્લાના તમામ 155 ગામોને આવરી લેવાશે.
પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર કોરોના વાઇરસ સામે સાવચેતી અને જાગૃતિ અંતર્ગત મિશન મોડમાં કામગીરી થઇ રહી છે. પોરબંદર જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ ગ્રામ્ય વિસ્તારમાં એક નવતર પ્રોજેક્ટ CT-SCAN (કાઉન્સેલીંગ એન્ડ ટ્રીટમેન્ટ ઓફ સીનીયર સિટીઝન એન્ડ અધર્સ)માં NCD હાઈ રીસ્ક દર્દીઓનું સર્વે કરી તેમને કોરોના સામે રાખવાની સાવચેતી અને જાગૃતિની માહિતી આપી પછાત અને જરૂરિયાત વાળા વિસ્તારોમાં લોકોને આઇ.ઇ.સી. કિટનું વિતરણ કરાશે.
જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે, 10 હજાર કિટનું વિતરણ કરવાનું આયોજન છે. આ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. કોરોના સામે તંત્ર અને લોકો સંયુક્ત મળીને સરકારની માર્ગદર્શિકા પ્રમાણે કામ કરીને જરૂરી તકેદારી રાખે તે માટે સમગ્ર ટીમ કટ્ટિબધ્ધ છે. જિલ્લાના આરોગ્ય કર્મયોગીઓ કુલ 155 ગામોમાં આ કામગીરી હાથ ધરશે.
આ પ્રોજેક્ટના નોડલ ઓફિસર અને જિલ્લા ક્ષય અધિકારી ડો. સીમા બહેને જણાવ્યું હતું કે, ગઇ કાલે મીયાણી સહિતના ગામોમાં અને ત્રણેય તાલુકાના ગામડાઓમાં આ કામગીરી શરૂ થઇ ગઇ છે. જેમાં આશાવર્કર, આરોગ્ય વર્કર અને ટીમ એન.સી.ડી. એટલે કે ટી.બી., બી.પી., ડાયાબીટીસ સહિતની બિમારી વાળા દર્દીઓનો સર્વે કરી તેમને કોરોના સામે જાગૃતિ દાખવવા જરૂરી સાવચેતી રાખવા માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સ અને સેનેટાઇઝેશનની સમજણ આપશે તેમજ આ કીટનું પણ વિતરણ કરવામાં આવશે. આ કિટમાં માસ્ક, સેનેટાઇઝર, સાહિત્ય અને જાગૃતિનો મેસેજ આપતી પ્રિન્ટેડ બેગનો સમાવેશ થાય છે. આગામી 15 દિવસમાં આ કામગીરી પૂર્ણ કરીને કોરોના સામે તકેદારી, સમજણ અને સાવચેતી દરેક લોકોમાં ખાસ કરીને અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકોને પણ મળે અને લોકો ગભરાઇ નહી તે રીતે કાઉન્સિલીંગ કરવામાં આવશે.