ગુજરાત

gujarat

ETV Bharat / state

ઘર કંકાસ બન્યું હત્યાનું કારણ, પત્નીની હત્યા કરી પતિ ફરાર - crime news in porbandar

પોરબંદર: જિલ્લાના વડાળા ગામમાં લક્ષ્મણભાઇ મોઢવાડિયાની વાડીમાં મજૂરી કામ માટે આવેલા મધ્યપ્રદેશના રાયસીંગ નારણ ભીલે પોતાની પત્ની કમલાબેનની તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી હતી. બનાવની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં ઘર કંકાસને કારણે હત્યા થઇ હોવાનું સામે બહાર આવ્યું છે.

પોરબંદરના વડાળા ગામની સીમ વિસ્તારમાં પત્નીની હત્યા કરી પતિ ફરાર
પોરબંદરના વડાળા ગામની સીમ વિસ્તારમાં પત્નીની હત્યા કરી પતિ ફરાર

By

Published : Jan 12, 2020, 9:15 PM IST

પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના ભાવપરા ગામ તથા વડાળા સીમ વિસ્તાર વચ્ચે લક્ષ્મણભાઈ મોઢવાડીયાના ખેતરમાં મધ્યપ્રદેશના વતની રાયસિંહ ભીલ તેની પત્ની કમલા સાથે છેલ્લા એક મહિનાથી રહેતા હતા તેમજ બને વચ્ચે અવાર નવાર ઝઘડો થતો હતો.

નોંધનીય છે કે, ગત રાત્રે પણ બન્ને વચ્ચે ઝઘડો થયો હતો જેના પછિ બન્ને સુઈ ગયા હતા. ત્યારે અચાનક ગુસ્સામાં રાત્રીના સમયે પતિ રાયસિંહને ગુસ્સો આવતાં બોથડ પદાર્થ પત્નીના માથામાં મારી ફરાર થઇ ગયો હતો. તેમ રાયસિંહની પુત્રી રેખાએ ફરિયાદમાં જણાવ્યું હતું.

પોરબંદરના વડાળા ગામની સીમ વિસ્તારમાં પત્નીની હત્યા કરી પતિ ફરાર

રાયસિંહ મધ્યપ્રદેશમાં બે વાર લગ્ન કર્યા હોય અને કમલા સાથે તેને મૈત્રી હોવાથી પતિ-પત્ની તરીકે રહેતા હોવાથી તેને પોરબંદર નજીક વડાળા ગામની સીમ વિસ્તારમાં રહેતી દીકરીના ઘરે એક મહિનાથી રોકાયા હતા. પોલીસે આ બાબતે રાયસિંહ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details