ગુજરાત

gujarat

ETV Bharat / state

હનીમૂન સમયે બિયર પીવાની ના પાડતા પતિએ પત્નીને લમધારી - Husband hit me wife after refusing to drink beer during honeymoon

હનીમૂન સમયે બિયર પીવાની ના પાડતા પતિએ પત્નીને સહનશીલતાએ નારીનું સ્વરૂપ છે. પરંતુ સહનશીલતાની હદ મટી જાય ત્યારે નારી ક્યાં જાય? પોરબંદરની યુવતી સાથે એક એવો જ કિસ્સો બન્યો છે. લગ્ન બાદ હનીમૂનમાં આબુ ગયેલ કપલ વચ્ચે બિયર પીવા બાબતે ઝઘડો થયો હતો. ત્યારે પતિએ પત્ની પર બિયર પીવાનું દબાણ કર્યું હતું. અને જ્યારે પત્નીએ મનાઈ કરી ત્યારે પતિએ પત્નીને લમધારી હતી. જેથી પત્ની તેના જ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

por
પોરબંદર

By

Published : Feb 15, 2020, 5:44 PM IST

પોરબંદર: સત્યનારાયણ મંદિર નજીક રહેતી એક યુવતીના લગ્ન અમદાવાદ ખાતે રહેતા હરસીલ પટેલ સાથે 9 ફેબ્રુઆરીના રોજ હોટેલમાં થયા હતા. તેમજ 12 ફેબ્રુઆરીના સાંજે અમદાવાદથી હનીમૂન માટે તેઓ આબુ ગયા હતા. ત્યાં એક હોટલમાં રૂમ બુક કરાવ્યો હતો. જે બાદ પતિ હર્ષિલે બહારથી બીયર મંગાવી હતી. જેમાંથી એક બોટલ પોતે પી ગયો હતો. બીજી બોટલ પીવા લાગ્યો ત્યારે તેની પત્નીને બિયર પીવા માટે સાથ આપવા જણાવ્યું હતું. પરંતુ પત્નીએ ઇનકાર કરતા પતિએ ઉશ્કેરાઈ જઈને આપણે અહી આનંદ કરવા માટે આવ્યા છીએ અને ફરવા આવ્યા છીએ. તું મારી સાથે બિયર કેમ નથી પીતી. કહી ગાળો બોલવા લાગ્યો અને કમરના ભાગે લાત મારી દેતા આ યુવતી પથારી ઉપર પડી ગઈ હતી.

હનીમૂન સમયે બિયર પીવાની ના પાડતા પતિએ પત્નીને લમધારી
જે બાદ પણ બિયર પીવા માટે દબાણ કરતા હું ક્યારેય પીતી નથી. અને પીવાની પણ નથી. તેમ કહેતા ઉશ્કેરાઈ ગયેલા અને ઢીકા પાટુ માર માર્યો હતો. ત્યારબાદ એકલી હોટલના રૂમની બહાર નીકળી ગઈ હતી. તેમજ હોટલ કાઉન્ટર પાસે દોડી જઇને મદદ માગી હતી. હોટલના સંચાલકે યુવતીને ફોન આપ્યો હતો. જેમાં ફોનમાંથી યુવતીએ સસરાને ફોન કર્યો હતો. જે બાદ તમામ તેને તેડવા આબુ ગયા હતા. ત્યાંથી ખાનગી દવાખાનામાં સારવાર અપાવી યુવતીએ તેના ભાઈને જાણ કરી તેના ભાઈ અમદાવાદ થી પોરબંદર તેડી આવ્યા હતા. અને ત્યારબાદ પછી હર્ષિલ વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ABOUT THE AUTHOR

...view details