ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરની છાંયા નગરપાલિકા દ્વારા કોવિડ હોસ્પિટલમાં હ્યુમિડિફાયર અને માસ્કનું વિતરણ કરાયુ - gujarat news

પોરબંદરની છાંયા નગરપાલિકા દ્વારા કોવિડ હોસ્પિટલમાં હ્યુમિડિફાયર અને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. દર્દીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે ઓક્સિજન રેગ્યુલેટર વિથ હ્યુમિડિફાયર અને માસ્કના 100 નંગ અર્પણ કરાયા છે.

Porbandar News
Porbandar News

By

Published : May 27, 2021, 7:35 PM IST

  • પોરબંદર છાંયા નગરપાલિકા દ્વારા હ્યુમિડિફાયર અને માસ્ક કોવિડ હોસ્પિટલમાં વિતરણ કરાયું
  • પોરબંદરના દર્દીઓ માટે નગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓએ આપી સહાય
  • ઓક્સિજન રેગ્યુલેટર વિથ હ્યુમિડિફાયર અને અને માસ્કના 100 નંગ વિતરણ કરાયા

પોરબંદર : છાયા નગરપાલિકા દ્વારા પોરબંદરની ભાવસિંહજી જનરલ હોસ્પિટલમાં કોવિડ 19માં દર્દીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે ઓક્સિજન રેગ્યુલેટર વિથ હ્યુમિડિફાયર અને માસ્કના 100 નંગ અર્પણ કરાયા છે.

પોરબંદર

આ પણ વાંચો : પોરબંદરમાં વધુ ઝડપે કોરોનાનો રીપોર્ટ મળે તે માટે ફાળવાયું આધુનિક મશીન

અધિકારીઓના હસ્તે દર્દીઓના લાભાર્થે જરૂરી સાધનો કરાયા અર્પણ

પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકા દ્વારા કુબેર બજારના દર્દીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે હેતુથી પોરબંદર નગરપાલિકાના ચીફ ઓફિસર હેમંત પટેલ, પ્રમુખ સરજુભાઇ કારીયા, બાંધકામ સમિતિના ચેરમેન મનીષભાઈ શિયાળ તથા સદસ્ય દિલીપભાઈ કેશુભાઈ ઓડેદરાના હસ્તે ઓક્સિજન રેગ્યુલેટર વિથ હ્યુમિડિફાયર અને માસ્કના નંગ 100 ભાવસિંહજી હોસ્પિટલમાં DDO વી. કે. અડવાણી અને ગ્રામીણ વિકાસ અધિકારી એસ.ડી.ધાનાણીની ઉપસ્થિતીમાં સિવિલ સર્જનને અર્પણ કરાયા હતા.

ABOUT THE AUTHOR

...view details