- પોરબંદરમાં BSUP આવાસ યોજના અંતર્ગત 283 આસામીઓને આવાસની ફાળવણી કરાઈ
- કોંગ્રેસે ભ્રષ્ટાચારનો લગાવ્યો આક્ષેપ
- ડ્રોમાં વંચિત આસામી મહિલાઓએ સાંસદ અને ધારાસભ્યને રજૂઆત કરી
- પોરબંદર કોંગ્રેસે ઇમારતો જર્જરિત હોવાનો કર્યો આક્ષેપ
પોરબંદર: BSUP યોજના અંતર્ગત 2020 માં જે લોકોએ 5000 રૂપિયા ભર્યા હતા તેવા આસામીઓને પ્રથમ ડ્રોમાં 150 રહેણાંક અને બીજા ડ્રોમાં 198 મળી કુલ 348 રહેણાંક ફાળવવામાં આવ્યા હતા. જેમાં 45 હજાર રૂપિયા સરકારની ગ્રાન્ટમાંથી મળતા હતા પરંતુ કોઈ કારણોસર ગ્રાન્ટ ન આપવામાં આવતા જે આસામીઓએ આ યોજનામાં 50,000 ભર્યા હતા તેવા 283 લોકોને પોરબંદરના બિરલા હોલ ખાતે આવાસની ફાળવણી સાંસદ રમેશ ઘડૂક અને ધારાસભ્ય બાબુ બોખીરિયાના હસ્તે કરવામાં આવી હતી. ડ્રોમાં વંચીત મહિલાઓ ડ્રો સ્થળે એકત્રિત થઈ સાંસદ અને ધારાસભ્યને રજૂઆત કરી હતી. ધારાસભ્ય બોખીરિયાએ વંચીત માટે આગામી સમયમાં ડ્રો થશે તેમ જણાવ્યું હતું.