ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરમાં 1077માંથી 569 વ્યક્તિઓનું હોમ ક્વોરન્ટાઇન પૂર્ણ - કોરોનાવાઈરસ

પોરબંદરમાં હોમ ક્વોરન્ટાઇનમાં કુલ 1077 વ્યક્તિઓ પૈકી 569 વ્યક્તિઓનું હોમ ક્વોરન્ટાઇન પૂર્ણ થયું છે. જો કે જિલ્લામાં કોરોનાના ત્રણ દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે.

porbandar
porbandar

By

Published : Apr 5, 2020, 8:08 PM IST

પોરબંદરઃ પોરબંદર જિલ્લા ક્વોરન્ટાઇન ખાતે કુલ 341 વ્યક્તિ પૈકી 238 વ્યક્તિઓને ડિસ્ચાર્જ કર્યા છે. હાલ 103 વ્યક્તિઓ ચકાસણી હેઠળ છે. હોમ ક્વોરન્ટાઇનમાં કુલ 1077 વ્યક્તિઓ પૈકી 569 વ્યક્તિઓનું હોમ ક્વોરન્ટાઇન પૂર્ણ થયું છે.

પોરબંદરના જુદા-જુદા એન્ટ્રી પોઇન્ટ ઉપર કુલ 22,890 વ્યક્તિઓની સ્ક્રીનીંગ કરાઇ છે. જિલ્લામાં ડોર ટુ ડોર સર્વે કરવા જુદી જુદી ટીમો કાર્યરત છે. આ ટીમો દ્રારા 6.21 લાખથી વધુ વ્યક્તિઓનો ઘરે ઘરે જઇને સર્વે કરવામાં આવ્યો છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સંબંધિત વિભાગો અને કચેરીઓને કોરોનાવાયરસના નિયંત્રણ માટે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.

અત્યાર સુધીમાં જિલ્લામાં શંકાસ્પદ વ્યક્તિઓનાં લેવામાં આવેલ સેમ્પલમાંથી 59 રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. જ્યારે ત્રણ રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે.

નોવેલ કોરોના વાઇરસના સંદર્ભમાં સારવાર માટેની ક્ષમતા ધરાવતા આઇસોલેશન વોર્ડ તૈયાર રાખવામાં આવેલો છે. હાલમાં સિવિલ હોસ્પિટલ, ગ્લોબલ હોસ્પિટલ અને મોરારજી ખેરાજ ઠકરાર ઓર્થોપેડીક હોસ્પિટલ પર આઇસોલેશન સ્થળ જાહેર કરેલા છે.

ABOUT THE AUTHOR

...view details