પોરબંદર નગરપાલિકાએ માસ્કના વેચાણ માટે હોમ ડિલીવરી શરૂ કરી - પોરબંદર કોરોના ન્યૂઝ
પોરબંદર શહેર વિસ્તારમાં ચાલતા સ્વસહાય જૂથના બહેનો દ્રારા માસ્ક બનાવવામાં આવી રહ્યા છે. આ કાર્યમાં પોરબંદરની ૨ સ્વસહાય જૂથના ૬ સભ્યો તથા NULM યોજના રોજગાર ઘટક હેઠળ તાલીમ પામેલ ૫ તાલીમાર્થીઓ સેવાની સાથે સ્વરોજગારી મેળવી રહ્યા છે. માસ્ક બનાવવા માટે બહેનો પોતાના સ્વસહાય જૂથમાં રહેલા ભંડોળનો ઉપયોગ કરીને માલની ખરીદી કરે છે. પોરબંદર નગરપાલિકાએ માસ્કના વેચાણ માટે હોમ ડિલીવરી શરૂ કરતા સ્વસહાય જૂથના બહેનોને રોજગારી મળશે અને શહેરીજનોને રૂપિયા 10માં ઘરબેઠાં માસ્ક વિતરણ કરાશે.
પોરબંદર નગરપાલિકાએ માસ્કના વેચાણ માટે હોમ ડિલીવરી શરૂ કરી
પોરબંદર : પોરબંદરનાં પૂજા સખી મંડળ, ઋષિતા સ્વસહાય જૂથ તથા નેશનલ અર્બન લાઇવલી હુડ(NULM) મિશન અંતર્ગત તાલીમ મેળવતા ૧૧ જેટલા બહેનોએ ૪ હજાર જેટલા માસ્ક બનાવીને સ્વરોજગારી મેળવવાની સાથે લોકસેવાના કાર્યમાં પણ જોડાયા છે. NULM અંતર્ગત સીવણની તાલીમ મેળવીને અત્યારે કોરોના મહામારીના સમયે સ્વરોજગારી મેળવવાની સાથે લોકસેવામા જોડાયેલા જીજ્ઞાશાબહેન ભોગેશ્રાએ કહ્યું કે, પોરબંદર નગરપાલિકા તરફથી ઓર્ડર મળે તે મુજબ માસ્ક બનાવી આપું છુ. સેવાની સાથે સ્વરોજગારી મળતા ખુશ છું.