ગુજરાત

gujarat

ETV Bharat / state

ધુળેટી નિમિતે પોરબંદરના શ્રી હરિ મંદિરમાં ઉજવાયો ફૂલડોલ ઉત્સવ - holi

પોરબંદર: આજે ધુળેટીના પાવન દિવસે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા ગોપીઓ સાથે રંગે રમ્યા હતા. ત્યારે આજે પોરબંદરમાં આવેલા સાંદીપની આશ્રમના શ્રી હરિ મંદિરમાં કૃષ્ણ પ્રિય સંગીતથી સમગ્ર વાતાવરણ કૃષ્ણ મય બની ગયું હતું. કથાકાર રમેશ ભાઈ ઓઝા સહિત તમામ ભક્તજનો ફૂલડોલ ઉત્સવની ભવ્ય ઉજવણી કરી હતી.

સ્પોટ ફોટો

By

Published : Mar 21, 2019, 4:31 PM IST

આજે વહેલી સવારથી જ ભક્તોની ભીડ પોરબંદરના હરિ મંદિર ખાતે જામી હતી. ફૂલડોલ અને ગુલાલની છોળોથી ભક્તોએ શ્રી હરિને પણ રંગ્યા હતા. ધુળેટીના પર્વની ભવ્ય ઉજવણી કરી હતી. જેમાં ભાગવત કથાકાર રમેશ ભાઈ ઓઝા અને ઋષિકુમારો દ્વારા કૃષ્ણ પ્રિય સંગીત અને ભજન ગાયન કરી, સૌ ભક્તોએ નાચગાન કરીને ધુળેટીના પર્વને આનંદ અને ઉત્સાહથી ઉજવ્યો હતો. દર વર્ષે ધુળેટીના પાવન અવસરે સંદીપની આશ્રમના હરિ મંદિરમાં ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. તો, આ ઉત્સવની ઉજવણીમાં પોરબંદર સહિત આસપાસના ગામ અને દેશ વિદેશથી માનવ મહેરામણ ઉમટે છે.

હરિ મંદિરમાં ઊજવાયો ફૂલડોસ ઉત્સવ

ABOUT THE AUTHOR

...view details