પોરબંદર : વિવિધતામાં એકતા ધરાવતો આ દેશ એક પરંપરાગત વારસો સાચવીને બેઠો છે. ત્યારે ગુજરાતના પોરબંદર પંથકમાં (Holi 2022 in Porbandar) શૂરવીરતા અને ખમીર તરીકે ઓળખાતી એવી મહેર જ્ઞાતિએ સાંસ્કૃતિનો વારસો સાચવીને બેઠી છે. પોરબંદરના બખરલા ગામે હોળી પછી ત્રણ દિવસ સુધી પડવાની ઉજવણી થાય છે. જેમાં ત્રણ દિવસ સુધી ગામના ચોકમાં રાસના (Maher Samaj Maniyaro Ras) કાર્યક્રમનું આયોજન થાય છે.
હોળી બાદ મહેર સમાજે સાંસ્કૃતિ રાસ દ્વારા રજૂ કરી શૂરવીરતાની ઝાંખી તલવાર ફેરવી શૂરવીરતાની ઝાંખી રજૂ કરી -મહેર સાંસ્કૃતિનો રાસ અને પહેરવેશ દેશવિદેશમાં પ્રચલિત છે. ત્યારે વિદેશમાં યોજાતા ભારતીય કાર્યક્રમોમાં મહેરનો મણિયારો આગવી (Maher Samaj in Porbandar) ઓળખ ઉભી કરી છે. હોળીના બીજા દિવસે તેવો પડવો તરીકે મનાવે છે. અને પોરબંદરના બખરલા ગામે ત્રણ દિવસ સુધી મહેર જ્ઞાતિના પરંપરાગતમહેર રાસના કાર્યક્રમનું આયોજન કરાય છે. આ રાસમાં મહેર જ્ઞાતિના વડીલો અને યુવાનો મણિયારો રાસ, તલવાર ફેરવી શૂરવીરતાની ઝાંખી રજૂ કરે છે. ઢોલ અને શરણાઇ સાથે તાલ મેળવીને રાસ રમતા ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે.
મહેર સમાજના સંસ્કૃતિના રાસ આ પણ વાંચો :Junagadh Kalwa Chowk: જૂનાગઢ મહેર સમાજ દ્વારા કાળવા ઓડેદરાને પુષ્પાંજલિ અર્પણ, પારંપરિક મણિયારો રાસ રજુ કરીને કાળવા ઓડેદરાને યાદ કર્યા
વિવિધ અગ્રણીઓ હાજર રહ્યા -બખરલા ગામે હજુ બે દિવસ સુધી આ (Maher Samaj Raas) કાર્યક્રમ યોજાશે. ત્યારે આ કાર્યક્રમમાં ધારાસભ્ય બાબુ બોખીરીયા, જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટ મોઢવાડીયા, રાજપૂત સમાજના આગેવાન રાજભા જેઠવા, પૂર્વ DYSP જુલી કોઠીયા, PSI ગોહેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ બખરલા સમસ્ત ગામ વતી સરપંચ અરસી ખૂંટીએ આભાર વ્યક્ત હતો.
આ પણ વાંચો: પોરબંદરમાં મહેર સમાજના પરંપરાગત પહેરવેશ સાથે રાસનું આયોજન કરાયું
વિદેશમાં ઝલક -વિદેશમાં વસતા અનેક મહેર સમાજના લોકો પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા. તેમજ ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલના પ્રમુખ વિમલજી ઓડેદરાએ જણાવ્યું હતું કે, પાશ્ચાત્ય સાંસ્કૃતિ અપનાવવાના બદલે આપણી પેઢીમાંઆપણી સાંસ્કૃતિના (Culture of Maher Samaj) જ બીજ રોપાય તે મહત્વનું છે.