કહેવાય છે કે, જયારે જુના જમાનામાં યુદ્ધો થતા હતા. તે સમયે ઘોડો અને તલવાર સહિત મહેર પહેરવેશ સાથે શૂરવીરો સજ્જ થતાં અને યુદ્ધમાં જતા. ત્યારે લોકોને બચાવવા તથા ગૌ રક્ષા માટે મહેર જ્ઞાતિના અનેક શૂરવીરો યુદ્ધ કરવા જતા. ત્યારબાદ વિજય મેળવ્યા બાદ આ મણિયારો રાસ રમવામાં આવતો હતો. જે હવે આ જ્ઞાતિનું શોર્યનો અનોખો પ્રતિક બની ગયો છે.
પોરબંદરમાં ચોપાટી ગ્રાઉન્ડ પર મહેર જ્ઞાતિ દ્વારા આયોજિત આ રાસ મંડળમાં સાહસ અને ખમીરવંતી મહેર જ્ઞાતિના પરંપરાગત પહેરવેશમાં મહિલાઓ અને પુરુષો રાસ રમવા આવે છે. જેમાં મહિલાઓ મોંઘી કિંમતના સોનાના આભૂષણો વેઢલા અને મોટા હાર તેમજ પુરુષો આંગળી, ચોરણી, પાધડી અને ખેસ પહેરીને રમે છે.