ગુજરાત

gujarat

ETV Bharat / state

સરકાર ટેકાના ભાવનું નાટક બંધ કરી ખેડૂતોને સહાય કરે: અર્જુન મોઢવાડીયા - ખેડૂતોને પણ વળતર આપવું જોઇએ

પોરબંદર: જિલ્લામાં ભારે વરસાદના કારણે ખેડૂતોના ઉભા પાકને ઘણું નુકસાન થયું છે અને અનેક વિસ્તારોમાં જમીનનું પણ ધોવાણ થયું છે, ત્યારે કોંગ્રેસના નેતા અર્જુનભાઈ મોઢવાડિયાએ સરકારને ટેકાના ભાવ પર મગફળીની ખરીદીનું નાટક બંધ કરી ખેડૂતોને સહાય આપવા ટકોર કરી છે.

gujarat congress leader Arjun Modhwadia

By

Published : Oct 1, 2019, 7:30 PM IST

પોરબંદર જિલ્લામાં ભારે વરસાદને કારણે ઘેડ વિસ્તાર અને બરડા વિસ્તારમાં ખેતી પર નભતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે, તેઓનો ઉભો પાક નિષ્ફળ નીવડ્યો છે અને જમીનનું પણ ધોવાણ થયું છે, ત્યારે સરકાર દ્વારા આ અંગે સહાય કરવા ભલામણ કરી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા મોટા ઉદ્યોગો માટે સહાય આપવામાં આવે છે, તો નાના ખેડૂતોને પણ વળતર આપવું જોઇએ.

સરકાર ટેકાના ભાવનું નાટક બંધ કરી ખેડૂતોને સહાય કરે: અર્જુન મોઢવાડીયા

આ ઉપરાંત સરકાર દ્વારા ટેકાના ભાવે થતી મગફળીની ખરીદીનું નાટક બંધ કરી સીધો બજારભાવ ખેડૂતોને મળતો થાય તેવી વ્યવસ્થા કરવા જણાવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details