- બરડા પંથક સહિત માધવપુર ઘેડ વિસ્તારમાં પણ Rainએ માઝા મૂકી
- લોકોને આગામી દિવસોમાં સાવચેત રહેવા જણાવાયું
- માધવપુરના મુખ્ય બજારના રસ્તાઓમાં પણ પાણી ભરાયા
પોરબંદર :જિલ્લાના બરડા પંથક સહિત માધવપુર ઘેડ વિસ્તારમાં પણ વરસાદે (Rain) માઝા મૂકી હતી. જિલ્લામાં 3 ઇંચથી પણ વધુ વરસાદ પડયો હતો. વરસાદના પાણી પોરબંદરના બજારમાં ફરી વળ્યા હતા. બરડા પંથક અને માધવપુર ઘેડમાં વીજળીના કડાકા ભડાકા સાથે સતત વરસાદ વરસી રહયો છે. માધવપુર શહેરના મુખ્ય બજારના રસ્તાઓમાં પણ પાણી ભરાયા છે.
આ પણ વાંચો : કુદરતનો પ્રકોપ દ્વારકાધીશે લીધો પોતાને શિરે , મંદિર પર વીજળી પડતા ધજાને થયું નુકસાન
પોરબંદરના બંદર પર ત્રણ નમ્બરનું સિગ્નલ લગાવાયું
અરબી સમુદ્રમાં લો પ્રેસર સર્જાતા હવામાન વિભાગ દ્વારા પોરબંદરના બંદર પર ત્રણ નમ્બરનું સિગ્નલ લગાવાયું છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. નદીના વિસ્તારમાં નજીક નીચાણવાળા એરિયામાં રહેતા લોકોએ સાવચેતી રાખવા પણ તંત્રએ જણાવ્યું છે અને દરિયાઈ વિસ્તારમાં તંત્રને એલર્ટ (Alert) કરી દેવામાં આવ્યું છે.