પોરબંદર : મીડિયાકર્મીઓ ફિલ્ડમાં કામ કરતા હોવાથી અગાઉ પોરબંદરમાં કોરોનાના 3 પોઝિટિવ કેસ આવ્યા હતા. હાલ તે સ્વસ્થ થઇ ગયા છે. તકેદારીના ભાગરૂપે તેમજ પત્રકારોની રોગપ્રતિકાર શક્તિ વધે તેવા પ્રયાસોના ભાગરૂપે આજે પોરબંદર જિલ્લા વહીવટીતંત્ર, આરોગ્ય વિભાગ અને જિલ્લા માહિતી કચેરી પોરબંદર દ્રારા વિલા સર્કીટ હાઉસ ખાતે મીડિયાકર્મીઓના આરોગ્ય તપાસણી/સ્ક્રિનીંગ કેમ્પ યોજાયો હતો.
પોરબંદરના પત્રકારો માટે કોરોના સંદર્ભે આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો આ કેમ્પમાં પોરબંદર જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગના ડો.હિતેશ રંગવાણી, ડો.રશ્મિબેન પોપટ, આરોગ્ય કાર્યકર પુજાબેન ડાભીએ પત્રકારોને તેમની હેલ્થ અંગે પ્રશ્નોતરી કરી શ્વાસોશ્વાસની તેમજ મેડિકલ ઇકવીપમેન્ટથી સ્ક્રિનીંગ કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
જિલ્લા માહિતી કચેરી, પોરબંદર દ્રારા સરકારી આયુર્વેદ હોસ્પિટલ અને નગરપાલિકાના સૌજન્યથી ડ્રાઇ ઉકાળો, રોગ પ્રતિકારક શક્તિ વધે તેવી દવાઓ અને માસ્કનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
પોરબંદરના પત્રકારો માટે કોરોના સંદર્ભે આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો
જિલ્લા કલેકટર ડી.એન.મોદીએ જણાવ્યું હતુ કે, પોરબંદર જિલ્લાના પત્રકારોનું સકારાત્મક અને માહિતી-વિકાસલક્ષી રીપોટીંગ પ્રેરણાદાયી છે. જિલ્લાતંત્રની સાથે જ લોકોને ઉપયોગી માહિતી મળે તે માટે મીડિયાકર્મીઓની ભૂમિકા અને તેની મહેનત બિરદાવવાને લાયક છે.
અધિક કલેકટર રાજેશ તન્નાએ જણાવ્યું હતું કે, લોકોને ઘરબેઠા જ સત્ય વિગતો અને માહિતીલક્ષી બાબતો મળે તે માટે કોરોના લોકડાઉન દરમિયાન કામ કરતા પત્રકારોનું આરોગ્ય જળવાઇ રહે અને તે સ્વસ્થ રહે તે જરૂરી છે. આજના કાર્યક્રમ ઉપરાંત ગમે ત્યારે જરૂર પડશે તો પત્રકારો માટે વિશેષ આરોગ્ય સંભાળ તપાસ માટેની કામગીરી માહિતીખાતાના સંકલન હેઠળ કરવામાં આવશે.
પોરબંદરના પત્રકારો માટે કોરોના સંદર્ભે આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો
પોરબંદરના ઇન્ચાર્જ સહાયક માહિતી નિયામક નરેશ મહેતાએ પત્રકારોને રિપોર્ટીંગના સમયમાં પણ કેમ્પમાં આવી સહભાગી થયા બદલ પત્રકારો, વહીવટીતંત્ર, આરોગ્ય વિભાગ, આર્યુવેદ હોસ્પિટલ, નગરપાલિકા અને સર્કિટ હાઉસના કર્મયોગીઓનો આભાર માન્યો હતો. કેમ્પને સફળ બનાવવા માહિતી મદદનીશ જીતેન્દ્ર નિમાવત તથા સ્ટાફે જહેમત ઉઠાવી હતી.