ગુજરાત

gujarat

ETV Bharat / state

Covid 19: માધવપુર આશ્રિત શિબિરમાં રહેતા 20 લોકોની થઈ આરોગ્ય તપાસ

સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે માધવપુર આશ્રિત શિબિરમાં રહેતા 20 આશ્રિતના આરોગ્યની તપાસણી કરવામાં આવી હતી અને સ્વાસ્થય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Etv Bharat, Gujarati News, Covid 19, Madhavpur News
Madhavpur News

By

Published : Apr 15, 2020, 9:25 PM IST

પોરબંદરઃ સમગ્ર દેશમાં COVID-19 વાઇરસના કારણે લૉકડાઉનની સ્થિતિ છે. પોરબંદરના જુદા-જુદા વિસ્તારોમાં બહારથી આવતા મજુર અને અન્ય લોકો માટે પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર દ્રારા રહેવા અને જમવાની સુવિધા આપવાની સાથે આશ્રિતોના આરોગ્યની તપાસણી પણ નિયમિત કરવામાં આવે છે, ત્યારે બુધવારે પોરબંદરના માધવપુર (ઘેડ) ખાતે કાર્યરત આશ્રિત શિબિરમાં રહેલા 20 જેટલા આશ્રિતોના આરોગ્યની તપાસણી કરવામાં આવી હતી.

માધવપુરમાં આશ્રિતોના આરોગ્યની તપાસણી

આ આશ્રિત શિબિરમાં રહેતા 20 જેટલા લોકોનું જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શનથી ઘનવન્તરી આરોગ્ય રથ જે બાંધકામ અને અન્ય નિર્માણ બોર્ડ દ્રારા આરોગ્ય સેવા આપે છે, તેના દ્રારા શિબિરમાં રહેતા 20 જેટલા લોકોની તબિબિ તપાસ અને ડૉકટર્સ દ્વારા સ્વાસ્થ્ય માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. આ તપાસનું નિરીક્ષણ સરકારી શ્રમ અધિકારી મહિપાલ ચુડાસમા દ્રારા કરાયુ હતું.

ABOUT THE AUTHOR

...view details