- પશુઓ સાથે રહેવાથી પશુઓની ભાષા સમજાય છે: રોહિતસિંહ
- માણસોને સ્વતંત્રતા જોઈએ છે તો પશુઓને કેમ નહીં
પોરબંદરઃ કચ્છમાં જન્મેલા રોહિતસિંહ ગંભીરસિંહ જાડેજા જેને પોરબંદરના લોકો ગૌશાળાવાળા બાપુ તરીકે ઓળખે છે, તેમના પિતા પોરબંદરમાં આવેલી બિરલા ફેક્ટરીમાં નોકરી કરતા હતા અને રોહિતસિંહ પોલીટેકનીકલ કોલેજમાં 1990માં મિકેનિકલ એન્જિનિયર અભ્યાસ કરી એન્જિનિયર બન્યા હતા. 2006 સુધી 35 હજારથી પણ વધુ પગારની નોકરી કરી હતી.
35 હજારથી વધુના પગારની એન્જિનિયરની નોકરી છોડી યુવાને પશુ સેવા શરૂ કરી જો કે કુદરતી સંકેત દ્વારા રોહિતસિંહ જાડેજાના જીવનમાં પરિવર્તન આવ્યું અને યોગ અને આધ્યાત્મમાં વધારે રૂચિ ધરાવનાર રોહિતસિંહ હિમાચલ પ્રદેશમાં ગયા અને ત્યા યોગ અને આધ્યાત્મિકતાનું વધુ જ્ઞાન મેળવ્યું. પોરબંદર પરત ફરી પાંજરાપોળમાં પશુઓની સેવા કરતા હતા અને ધીમેધીમે પશુઓ સાથે લગાવ વધ્યો અને 2009માં પોરાઈમાં ગૌશાળામાં સેવા ચાલુ કરી હતી.
35 હજારથી વધુના પગારની એન્જિનિયરની નોકરી છોડી યુવાને પશુ સેવા શરૂ કરી આજે પોરબંદરમાં આવેલ પોરાઈમાં ગૌશાળા બાપુની ગૌશાળા તરીકે લોકો ઓળખે છે અને અહીં રખાતા પશુઓ અકસ્માતના કારણે ભોગ બનેલા અને માલિકો દ્વારા તરછોડાયેલા હોય છે. પશુઓનું આ મહાન કાર્યમાં અનેક લોકો રોહિતસિંહની મદદે આવ્યા છે અને આ ગૌ શાળામાં પશુઓને સ્વતંત્ર રાખવામાં આવે છે.
35 હજારથી વધુના પગારની એન્જિનિયરની નોકરી છોડી યુવાને પશુ સેવા શરૂ કરી રોહિતસિંહના જણાવ્યા અનુસાર જો માણસોને સ્વતંત્રતા ગમતી હોય તો પશુઓને પણ સ્વતંત્રતા આપવી જોઈએ. અહીં એકપણ પશુઓને બાંધવામાં આવતું નથી કે કોઈ ગાયનું દૂધ વેચવામાં આવતું નથી અને લોકોનો સાથ સહકાર પણ મળી રહ્યો છે.
35 હજારથી વધુના પગારની એન્જિનિયરની નોકરી છોડી યુવાને પશુ સેવા શરૂ કરી હાલ સરકાર દ્વારા 1962 યોજના અંતર્ગત કરુણા સેવા ચાલુ છે, જેમાં મેન વર્કની તાતી જરૂરીયાત રહે છે. પરંતુ જો સરકાર દ્વારા આવા પશુ સેવકોને પ્રોત્સાહિત કરવામાં આવે અને યોગ્ય સાધન સરંજામ અને યોગ્ય માર્ગદર્શન અથવા ટ્રેનિંગ આપવામાં આવે તો અનેક પશુઓની સારવાર યોગ્ય રીતે અને યોગ્ય સમયે થઇ શકે છે તેમ લોકોએ જણાવ્યું હતું.
35 હજારથી વધુના પગારની એન્જિનિયરની નોકરી છોડી યુવાને પશુ સેવા શરૂ કરી જાડેજા બાપુના આ ભગીરથ કાર્યમાં અનેક લોકોનો સાથ સહકાર મળી રહ્યો છે, હાલ આ ગૌશાળામાં 500 ગાય, 40 કુતરા, 11 બકરા, 3 ઘેટા, 2 પાડા, 2 ઉંટ અને 9 કુકડા સહિતના પશુઓની સેવા કરવામાં આવી રહી છે. તેઓ માટે ઘાસચારા સહિતની સગવડ પણ કરવામાં આવે છે.