પોરબંદર શહેરમાં વિવિધ વિસ્તારોમાં પર આવેલ કુવાઓ અને હેન્ડ પંપ દ્વારા લોકો હાલ તો પાણીની સમસ્યાથી રાહત મેળવી રહ્યા છે, પરંતુ હેન્ડપંપ અને કૂવાઓમાં પાણી ભરવા જતા સમયે મહિલાઓ વચ્ચે પાણી ભરવાની બાબતે ઝઘડો પણ થાય છે. ક્યારેક આ સમસ્યા પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચે છે. ત્યારે પોરબંદરના ખાપટ વિસ્તારમાં પાલિકા દ્વારા ટેન્કર ન પહોંચતું હોવાની અને બાકીની પણ કોઈ વ્યવસ્થા ન કરવાથી મહિલાઓને પાણી માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરીજનો આ કાળઝાળ ગરમીમાં દૂર આવેલ કુવા અને હેન્ડ પંપમાંથી પાણી ભરી જીવનનિર્વાહ ચલાવી રહ્યા છે.
ભરઉનાળે પોરબંદર વાસીઓ માટે હેન્ડ પંપ અને કુવાઓ બન્યા આશીર્વાદ - Khambhala dem
અરવલ્લીઃ ગત્ ચોમાસામાં ઓછા વરસાદના કારણે પોરબંદર શહેરમાં પાણીની સમસ્યા સર્જાઈ છે. ત્યારે પોરબંદર શહેરને પાણી પૂરું પાડતાં બે ડેમ ફોદારા અને ખંભાળામાં પણ પાણી તળિયાઝાટક છે. પોરબંદમાં પાણીની બૂંદ માટે તરસતા લોકોને હેન્ડ પંપ અને કુવાઓ આશીર્વાદ સમાન બન્યા છે. ત્યારે લોકોને ચાર દિવસે પાલિકા દ્વારા પાણી વિતરણ કરાઈ રહ્યું છે.
હેન્ડ પંપ અને કુવાઓ બન્યા આશીર્વાદ રૂપ
આ અંગે પોરબંદર નગરપાલિકાના ચીફ ઓફિસર આર.જે હુદડે જણાવ્યું હતું કે, હાલ પોરબંદર શહેરને ફોદારા અને ખંભાળા ડેમમાંથી પાણી પૂરું પાડવામાં આવતું હતું. તેમાં માત્ર ડેડ વોટર નહિવત પ્રમાણમાં પાણી છે, જેથી લોકોને ચાર ચાર દિવસે પાણી વિતરણ કરવામાં આવે છે અને પાણીના ટાંકાની વ્યવસ્થા પાલિકા દ્વારા કરવામાં આવી છે. હાલ તો પાણીની પાઇપલાઇનનું કાર્ય ચાલુ છે જે શરૂ થતા પૂરતા પ્રમાણમાં લોકોને પાણી મળી રહેશે.