પોરબંદર : 2011થી આ સ્પ્લિટ ફ્લાય ઓવર બ્રિજનું નિર્માણ શરૂ થયું હતું. જે 2015 માં પૂર્ણ થયું હતું. આ બ્રિજ ગુજરાતનો પ્રથમ સ્પ્લિટ ફ્લાય ઓવર બ્રિજ હોવાનું મનાય છે. રાજકોટથી પોરબંદરમાં પ્રવેશ થતાંની સાથે આ બ્રિજ આવે છે. જેની લંબાઈ 1.8 કિમી છે. જયારે પોરબંદર કર્લી પુલથી રોકડીયા હનુમાન મંદિર સુધીના બ્રિજની લંબાઈ 1.2 કિમી છે. નેશનલ હાઇવે નંબર 8 જંકશન અને ઉદ્યોગ નગરને રેલવે ક્રોસિંગ પરથી પસાર થતો આ ગુજરાતનો પ્રથમ બે માળનો સ્પ્લિટ ફ્લાય ઓવર બ્રિજ છે. તેની કુલ લંબાઈ 3.75 કિમી છે. જેમાં અલગ અલગ ચાર બ્રિજ આવેલ છે.
લોકડાઉન-4માં ગુજરાતના પ્રથમ સ્પ્લિટ ફ્લાય ઓવરબ્રિજ સૂમસામ, જૂઓ આકાશી દ્રશ્યો... - latest news in Porbandar
એક સમયે સતત ધમધમતું પોરબંદર આજે કોરોના વાયરસની મહામારીના પગલે સ્તબ્ધ થઇ ગયું છે. દેશભરમાં લોકડાઉનની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે ગાંધી જન્મ સ્થળ પોરબંદરમાં ગ્રીન ઝોન છે. છતાં સરકારના નિયમ અનુસાર ચુસ્ત પાલન કરવામાં આવે છે. તેમજ પોરબંદરનો સ્પ્લિટ ફ્લાય ઓવર જે ગુજરાતનો પ્રથમ નેશનલ હાઇવે પર આવેલ સ્પ્લિટ ફ્લાય ઓવર કહેવાય છે, આજે તે પણ સુમસામ બન્યો છે.
સ્પ્લિટ ફ્લાય ઓવરબ્રિજ
આ ઉપરાંત 97 કરોડના ખર્ચે બનેલ આ બ્રિજ લોકોના આકર્ષણનું કેન્દ્ર અને પોરબંદરનું નજરાણું છે. પરંતુ કોરોનાના પગલે લોકડાઉનની સ્થિતિમાં આ બ્રિજ સૂમસામ બન્યો છે. જેમાં કોરોનાનું સંકટ પોરબંદર સહિત વિશ્વભરમાંથી જલ્દી ટળે તેવી લોકો પ્રાર્થના કરી રહ્યા છે.