પોરબંદરગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામો 8 ડીસેમ્બરના (Gujarat Election 2022 Counting Day )રોજ જાહેર થવાના છે. પોરબંદર વિધાનસભાની બંને બેઠક પોરબંદર અને કુતિયાણાની મતગણતરી (Porbandar Assembly Seats Results ) પોરબંદરમાં પોલિટેકનિક કોલેજ કેમ્પસ (Porbandar Polytechnic College )માં સવારે આઠ વાગ્યાથી હાથ ધરાનાર છે. મતગણતરીને લઈને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અશોક શર્માના માર્ગદર્શન હેઠળ બંને ચૂંટણી અધિકારી કે.જે .જાડેજા અને પારસ વાંદા દ્વારા ચૂંટણી પંચના નિયમ મુજબ પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.
પોરબંદર અને કુતિયાણા વિધાનસભાની મતગણતરી પોલિટેકનિક કોલેજમાં, કેટલા રાઉન્ડ થશે જૂઓ - કુતિયાણા વિધાનસભાની મતગણતરી
પોરબંદર અને કુતિયાણા વિધાનસભા બેઠકો (Porbandar Assembly Seats Results ) ની મતગણતરી પોલિટેકનિક કોલેજ (Porbandar Polytechnic College ) ખાતે હાથ ધરાશે. 8 ડીસેમ્બરે (Gujarat Election 2022 Counting Day ) 100 જેટલા કર્મચારીઓ મતગણતરીનું કાર્ય કરશે. પોલીસ તેમજ સુરક્ષા એજન્સીઓ દ્વારા કડક બંદોબસ્ત,પાર્કિંગ સહિતની વ્યવસ્થાઓ કરાઇ છે.
મતગણતરી સ્ટાફની વ્યવસ્થા મતગણતરી સવારે (Gujarat Election 2022 Counting Day ) 4 કલાકેથી શરૂ થશે. પોરબંદરની સીટની મતગણતરી(Porbandar Assembly Seats Results ) માટે તેમજ કુતિયાણા માટે અંદાજે 100 જેટલા કર્મચારીઓ આ કામગીરી હાથ ધરશે.કુતિયાણા સભા વિસ્તારમાં કુલ 238 મતદાન મથકો પર મતદાન થયું હતું. ગણતરી માટે કુલ 14ટેબલ અને એક વધારાનું ટેબલ એમ દરેક ટેબલ પર એકંદરે એક સુપરવાઇઝર,એક મદદનીશ અને એક માઈક્રો ઓબ્ઝર્વર મત ગણતરીની કામગીરી કરશે. રાઉન્ડ વાઇઝ મત ગણતરી કરવામાં આવશે અને કુતિયાણા માટે કુલ 18 રાઉન્ડ થશે.
કડક બંદોબસ્ત પોરબંદર બેઠકની મતગણતરી (Porbandar Assembly Seats Results ) માટે કુલ 14 ટેબલ અને 19 રાઉન્ડ (Gujarat Election 2022 Counting Day )થશે. પોરબંદર વિધાનસભા વિસ્તારમાં 255 મતદાન મથકો પર મતદાન થયેલું છે. મતગણતરી સેન્ટર ખાતે પોલીસ વિભાગ દ્વારા કડક બંદોબસ્ત રાખવામાં આવ્યો છે અને તે દિવસે પાર્કિંગ સહિતની વ્યવસ્થાઓ નક્કી કરવામાં આવી છે.