ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat Coal Scam: મલાઈ કોને મળી? કોલસા કૌભાંડ મામલે અર્જુન મોઢવાડિયાના સરકાર પર આકરા પ્રહાર

કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ 6 હજાર કરોડ રૂપિયાના કોલસા કૌભાંડ (Gujarat Coal Scam) મામલે રાજ્ય સરકાર પર પ્રહાર કર્યા છે. તેમણે હાઇકોર્ટના સીટિંગ જજ રાખી આ કૌભાંડની તપાસ કરવાની માંગ કરી છે. સાથે જ તેમણે કહ્યું કે જવાબદાર લોકો સામે કડક પગલાં ભરવા જોઇએ.

Gujarat Coal Scam: મલાઈ કોને મળી? કોલસા કૌભાંડ મામલે અર્જુન મોઢવાડિયાના સરકાર પર આકરા પ્રહાર
Gujarat Coal Scam: મલાઈ કોને મળી? કોલસા કૌભાંડ મામલે અર્જુન મોઢવાડિયાના સરકાર પર આકરા પ્રહાર

By

Published : Feb 23, 2022, 9:05 PM IST

પોરબંદર: ગુજરાતમાં 6 હજાર કરોડ રૂપિયાનું કોલસાકૌંભાડ (Gujarat Coal Scam) સામે આવતા ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. આ મામલે કોંગ્રેસે ભાજપ સરકાર (BJP Government Gujarat)ને ઘેરવાનું શરૂ કર્યું છે. કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ પોરબંદરમાં પ્રેસ કોન્ફ્રન્સ યોજીને કોલસા કૌભાંડ મામલે રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.

અર્જુન મોઢવાડિયાએ પોરબંદરમાં પ્રેસ કોન્ફ્રન્સ યોજીને કોલસા કૌભાંડ મામલે રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા.

રાજ્યની બહારના ઉદ્યોગોને અનેક ગણા દરે આપ્યો કોલસો

તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકાર દરેક રાજ્યોના નાના (Allocation of Coal In Gujarat) તેમજ મધ્યમ કક્ષાના ઉદ્યોગોને રૂપિયા 3000 પ્રતિ ટન લેખે દરેક નોમિનેટેડ એજન્સીઓ-કંપનીને કોલસો આપે છે. જેમાં 5 ટકા સર્વિસ ચાર્જ આપવાનો હોય છે, પરંતુ ગુજરાત સરકારમાં ડમી એજન્સીઓએ 60 લાખ ટન જેની કિંમત 6 હજાર કરોડનું કોલસા કૌભાંડ (six thousand crore coal scam) થયું છે. રાજ્યની બહારના ઉદ્યોગોને 8થી 10 હજાર પ્રતિ ટન લેખે આ કોલસો આપી દીધો હોવાનું મોઢવાડિયાએ જણાવ્યું હતું.

આ પણ વાંચો:હે... ના હોય... ગુજરાતમાં 6000 કરોડનું કોલસા કૌભાંડ

જવાબદાર લોકો સામે કડક પગલાં લેવાની કરી માંગ

તેમણે જણાવ્યું કે, આ કૌભાંડમાં મોટા રાજકીય નેતાઓ અને અધિકારીઓની સંડોવણી છે. ગુજરાતના નાના ઉદ્યોગો (Small Industries of Gujarat)ના મત મુજબ તેઓને એક ટન પણ કોલસો મળ્યો જ નથી. કયા ઉદ્યોગોને કોલસો મળ્યો અને મલાઈ કોને મળી તે અંગે હાઇકોર્ટના સીટિંગ જજ રાખી તપાસ કરવી જોઈએ અને જે લોકો જવાબદાર છે તેઓ સામે કડક પગલા ભરવા જોઈએ અને જેલ ભેગા કરવા જોઈએ.

આ પણ વાંચો:ગુજરાતમાં વીજળી કે કોલસાની જરાય અછત નથી, વાપીમાં નાણા પ્રધાન કનુ દેસાઈનું નિવેદન

રાહુલ ગાંધીએ કોલસા કૌભાંડને લઇને કર્યું હતું ટ્વીટ

આ પહેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ (Rahul Gandhi tweets on Coal Scam) કર્યું કે, '60 લાખ ટન કોલસો ગુમ! આ કોલસા કૌભાંડ પર વડાપ્રધાન 'મિત્ર' કંઈ કહેશે?' પાર્ટીના પ્રવક્તા ગૌરવ વલ્લભે જણાવ્યું હતું કે, “નાના ઉદ્યોગોને પોસાય તેવા દરે સારી ગુણવત્તાનો કોલસો આપવાની નીતિ (Gujarat Coal policy) UPA સરકાર દ્વારા 2007માં શરૂ કરવામાં આવી હતી. આ અંતર્ગત રાજ્યોને કહેવામાં આવ્યું હતું કે, કોલ ઈન્ડિયાની ખાણોમાંથી કોલસો સીધો તેમની પાસે પહોંચશે અને તેમણે નાના ઉદ્યોગોને કોલસો પૂરો પાડવો જોઈએ, પરંતુ ગુજરાત સરકારે આ કામ પોતે કરવાને બદલે કેટલીક એજન્સીઓને આપી દીધું હતું.

ABOUT THE AUTHOR

...view details