પોરબંદર: આજે 21 જૂન વિશ્વ યોગ દિવસ પર લોકો કોરોનાને માત આપવા ‘ડુ યોગા બીટ કોરોના’ અભિયાનમાં જોડાઈ રહયા છે. ત્યારે, કોરોના મહામારી વચ્ચે રાતદિવસ જોયા વગર સતત ફરજ બજાવતા પોરબંદર જિલ્લાનાં કર્મયોગીઓએ પોતાના પરિવાર સાથે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી પોતાને ગમતા યોગાસન સોશિયલ મીડિયામાં અપલોડ કર્યા હતા.
વિશ્વ યોગ દિવસ પર પોરબંદર જિલ્લાના સરકારી કર્મચારીઓએ પરિવાર સાથે કર્યા યોગ - કોરોનાને માત આપવા યોગાસન
આજે 21 જૂન વિશ્વ યોગ દિવસ પર લોકો કોરોનાને માત આપવા યોગાસન કરી રહ્યા છે. ભારતની આ પ્રાચીન સંસ્કૃતિ દેશ વિદેશમાં ખૂબ ઉપયોગી બની છે, ત્યાં પણ લોકો યોગાસન કરી રોગમુક્ત રહે છે. ત્યારે, આ મહામારીમાં સતત ફરજ બજાવતા પોરબંદર જિલ્લાનાં કર્મયોગીઓએ પોતાના પરિવાર સાથે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી પોતાને ગમતા યોગાસન સોશિયલ મીડિયામાં અપલોડ કર્યા હતા.
વિશ્વ યોગ દિવસ પર પોરબંદર જિલ્લાના સરકારી કર્મચારીઓએ પરિવાર સાથે કર્યા યોગ
નિયમિત યોગાસન કરવાથી મનની શાંતિ જળવાઇ રહે છે. ત્યારે જાહેરસેવા સાથે જોડાયેલા પોરબંદર જિલ્લાનાં વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓએ પોતાના પરિવાર સાથે વિશ્વ યોગ દિનની ઉજવણી કરીને કોરોના મહામારીને હરાવવા સંકલ્પ લીધો હતો તથા પોતાને ગમતા યોગાસન સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા હતા.