પોરબંદર: સામાન્ય રીતે દર વર્ષે પ્રતિબંધ બાદ 15મી ઓગસ્ટથી માછીમારો માછીમારીની શરૂઆત કરતા હોય છે. પરંતુ આ પરિપત્ર અનુસાર હવે માછીમારો 1 ઓગસ્ટથી ફરીથી માછીમારીની શરૂઆત કરી શકશે. આમ 15 દિવસ વહેલી માછીમારીની શરૂઆત કરી શકવાથી પોરબંદર માછીમારી બોટ એસોસિએશનના પ્રમુખ અશ્વિનભાઈ જુંગી એ આ નિર્ણયને આવકાર્યો હતો. તેમજ માછીમારોના હિત માટે આ કાયદો હોવાનું જણાવ્યું હતું.
1 જૂનથી 31 જુલાઈ-2020 સુધી માછીમારી પર પ્રતિબંધ: માછીમારોએ સરકારના નિર્ણયને આવકાર્યો - માછીમારી પર સરકાર દ્વારા પ્રતિબંધ
દર વર્ષે ચોમાસાની ઋતુમાં મચ્છી ઉદ્યોગ દ્વારા માછીમારી પર પ્રતિબંધ લાદવામાં આવતો હોય છે. તેવી જ રીતે આ વર્ષે પણ ગુજરાત સરકારના ગુજરાત મત્સ્યોધ્યોગ કાયદા તથા અધિનિયમ 2003 અને મત્સ્યોદ્યોગ કમિશનર કચેરી ગાંધીનગરના પત્ર અનુસાર તા. 1 જૂન 2020 થી તારીખ 31 જૂલાઇ 2020 સુધી પોરબંદર જિલ્લાના દરિયાકાંઠાના પ્રદેશિક જળવિસ્તારમાં આંતરદેશીય તથા પ્રાદેશિક ક્ષેત્રમાં માછીમારી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ નિર્ણયને માછીમારોએ આવકાર્યો છે.

માછીમારી પર સરકાર દ્વારા પ્રતિબંધ
તા. 1 જૂનથી 31 જુલાઈ 2020 સુધી માછીમારી પર સરકાર દ્વારા પ્રતિબંધ
આમ, 1 જૂનથી 31 જુલાઇ સુધી 61 દિવસના ગાળામાં માછીમારો યાંત્રિક બોટો દ્વારા આંતરદેશીય તથા પ્રાદેશિક જળ ક્ષેત્રમાં માછીમારી પર મદદનીશ મત્સ્યોધ્યોગ નિયામક પોરબંદર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.