ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્ય સરકારે કરી જાહેરાત, પાકિસ્તાનમાં પકડાયેલા પરિવારને અપાશે દર મહિને 9000 રૂપિયા - victim family

પોરબંદર: રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, પાકિસ્તાનમાં પકડાયેલા માછીમારોના પરિવારને દર મહિને 9000 રૂપિયા સહાય પેટે આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ઘરના કામ કરનાર વ્યક્તિની ગેરહાજરીમાં કુટુંબીજનોને ઘર ચલાવવામાં અગવડ ન પડે તે માટે રાજ્ય સરકારનો આ સંવેદનશીલ પ્રયાસ છે. જેને પોરબંદરના માછીમારોએ આવકાર્યો હતો. પાકિસ્તાનમાં પકડાયેલ બોટના માલિકોને પણ સહાય આપવા વિનંતી કરી હતી.

રાજ્ય સરકારે કરી જાહેરાત: પાકિસ્તાનમાં પકડાયેલ પરિવારને આપશે દર મહિને 9000 રુપિયા

By

Published : Jul 24, 2019, 9:41 PM IST

વધુમાં જણાવીએ તો, પાકિસ્તાન દ્વારા અવારનવાર માછીમારોને પકડવાના કિસ્સા પ્રકાશમાં આવતા હોય છે. ત્યારે આવી ઘટનામાં સૌથી વધુ સમસ્યા માછીમારના પરિવારજનોને ભોગવવી પડે છે.

રાજ્ય સરકારે કરી જાહેરાત: પાકિસ્તાનમાં પકડાયેલ પરિવારને આપશે દર મહિને 9000 રુપિયા

આ સમસ્યાને ધ્યાનમાં લઇને સરકાર દ્વારા અનેરો અને સંવેદનશીલ ભર્યો પ્રયાસ કરાયો છે. જેમાં જોઇએ તો, બુધવારના રોજ રાજ્ય સરકાર દ્વારા જાહેરત કરવામાં આવી છે કે, પાકિસ્તાન દ્વારા પકડાયેલા ગુજરાતના માછીમારોને છોડાવીને પરત લાવવાના તમામ પ્રયાસો કરવામાં આવશે.

ઉપરાંત રાજ્ય સરકાર તેમના પરિવારજનોને ઘર ચલાવવામાં અગવડ ન પડે તે માટે પ્રતિ મહિને રૂપિયા 9000ની સહાય પણ કરવામાં આવશે. આ પ્રકારની જાહેરાત ફેસબુકના CM Page પર જોતા જ માછીમારોમાં ખુશીની લાગણી ફેલાઇ ગઇ હતી.

આ ઉપરાંત પોરબંદર માછીમાર બોટ એસોસીએસનના પ્રમુખ જીવનભાઈ જુંગીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના આ નિર્ણયને અમે આવકારીએ છીએ. તેમજ પાકિસ્તાન દ્વારા કરવામાં આવતી માછીમારોને પકડવાની આ પ્રવૃત્તિ સદંતર બંધ થાય તે તરફ પ્રયાસ કરવામાં આવશે.

વધુમાં પાકિસ્તાનમાં પકડાયેલા બોટના માલિકોને પણ મોટું આર્થિક નુકસાન થાય છે. તેમને નવી બોટ ખરીદવા માટે પણ તેમની પાસે આર્થિક પરિસ્થિતિ પણ હોતી નથી.આથી બોટ માલિકોને પણ સહાય કરવા વિનંતી કરી હતી.

ABOUT THE AUTHOR

...view details