જૂનાગઢ:આવતી કાલથી શરૂ થઈ રહેલી માછીમારીની નવી સિઝન માછીમારોની સાથે બોટ માલિકો અને માછીમારી ઉદ્યોગ સાથે સંકળાયેલા નાના અને મધ્યમ કદના ઉદ્યોગકારો માટે ખૂબ જ આશા ભરી જોવામાં આવી રહી છે ચોમાસાના પ્રારંભમાં દિવસોમાં ખૂબ સારો વરસાદ પડ્યો છે જેને કારણે દરિયામાં માછલીની સંખ્યાથી લઈને કોરોના બાદ પ્રથમ વખત ભારતીય માછલીની નિકાસ ચાઇનામાં થવા જઈ રહી છે જેને લઈને નવી સિઝન માછીમારો માટે અનેક આશા ના કિરણો લઈને આવી રહી છે.
આવતી કાલથી થશે માછીમારીની સિઝનનો પ્રારંભઃ આવતી કાલથી માછીમારીની નવી સિઝનનો પ્રારંભ થવા જઈ રહ્યો છે પાછલા વર્ષોની સરખામણીએ આવતી કાલથી શરૂ થઈ રહેલી માછીમારીની નવી સિઝન માછીમારોની સાથે બોટના માલિકો અને નાના અને મધ્યમ કદના ઉદ્યોગકારો કે જે માછીમારી ઉદ્યોગ સાથે સંકળાયેલા છે તે ઘણી આશા અને અપેક્ષાઓ નવી સિઝન પ્રત્યે રાખી રહ્યા છે પાછલા વર્ષોની સરખામણીએ આ વર્ષે ચોમાસાના પ્રારંભના દિવસોમાં ખૂબ સારો વરસાદ પડ્યો છે જેને કારણે દરિયામાં માછલીઓની સંખ્યામાં ચોક્કસ પણે વધારો થયો હશે તેવા ઉજળા સંજોગોની વચ્ચે આવતી કાલથી શરૂ થઈ રહેલી માછીમારીની નવી સિઝન પ્રત્યે માછીમારો બોટના માલિકો અને ઉદ્યોગકારો અનેક આશાઓ સેવી રહ્યા છે.
ડીઝલમાં મળતી સબસીડી માછીમારોની ચિંતાઃ કેન્દ્ર સરકાર દ્વારા માછીમારોને માછીમારી બોટમાં ઉપયોગમાં આવતા ડીઝલને સબસીડી યુક્ત આપવામાં આવે છે પરંતુ ડીઝલની સબસીડી માછીમારોને યોગ્ય સમય રહેતા નહીં મળતા બોટના માલિકોમાં ડીઝલની સબસીડી ને લઈને ચિંતા જોવા મળે છે અગાઉ ના વર્ષોમાં માછીમારોને સબસીડી યુક્ત ડીઝલ આપવામાં આવતું હતું. પરંતુ હવે બજાર કિંમતે ડીઝલની ખરીદી કર્યા બાદ માછીમારોને તેની સબસીડી તેમના ખાતામાં પરત કરવામાં આવે છે જેની પાછળ પાંચ છ મહિના જેટલો સમય લાગે છે જે બોટ માલિકો માટે ખૂબ જ નિરાશા જનક માનવામાં આવી રહ્યું છે.
કોરોના બાદ માછલીની ચાઇનામાં થશે નિકાસઃ ભારત માંથી સૌથી મોટા પ્રમાણમાં રો ફીસ તરીકે રીબન ફીશ ચાઇનામાં નિકાસ કરવામાં આવે છે પાછલા કેટલાક વર્ષો દરમિયાન કોરોના સમયને કારણે ચાઇનામાં ભારતીય માછલીઓની નિકાસ બંધ જોવા મળી હતી ભારતના દરિયામાં મળતી રીબીન ફીસ નું ખરીદદાર ચાઇના સમગ્ર વિશ્વમાં પહેલા નંબરે આવે છે જેથી માછીમારો અને બોટના માલિકોની સાથે ઉદ્યોગકારો પણ રીબીન ફીશ ચાઇનામાં એક્સપોર્ટ કરીને સારું આર્થિક હુડિયામણ મેળવી રહ્યા હતા પરંતુ કોરોના કાળ બાદ આ વર્ષથી ફરી એક વખત માછલીની નિકાસ મુક્ત મને થવા જઈ રહી છે જેને કારણે નાના અને મધ્યમ ઉદ્યોગકારો માટે નવી સિઝન નિકાસને લઈને અનેક આશાઓ સાથે આવી રહી છે.