- ઘુમલી અને બરડા ડુંગર આસપાસના સ્થાપત્યને ઉજાગર કરતું પુસ્તકનું વિમોચન કરાયું
- આ પુસ્તક ખંભાળિયા ગામના રહેવાસી વિરદેવસિંહ પથુભા જેઠવાએ લખ્યું
- રાજ્યકક્ષાના પ્રધાન હકુભા સહિત અનેક આગેવાનો રહ્યા ઉપસ્થિત
- ઘુમલી અને બરડા ડુંગરના 42 જેટલા સ્થાપત્યોને આ પુસ્તકમાં આવરી લેવાયા
પોરબંદરઃ ભારત દેશમાં અનેક વિસ્તારો ઇતિહાસ સાચવીને બેઠા છે, ત્યારે ભવ્યાતિભવ્ય સ્થાપત્ય અને સ્થાપત્યોના શિલ્પો કંડરાયા છે. આપણી સંસ્કૃતિની મહત્વની કલાઓમાં સ્થાપત્ય કળાનું મહત્વ વધી રહેલું છે. પરંતુ પોરબંદર નજીકના બરડા અને ઘુમલીના સ્થાપત્યોની પ્રાથમિક માહિતી હજુ સુધી સામાન્ય જનસમુદાય સુધી પહોંચી નથી. આમ સામાન્ય જનસમુદાય સુધી આ માહિતી પહોંચે તે હેતુસર દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ગામના રહેવાસી વિરદેવસિંહ પથુભા જેઠવાએ ઘુમલીના સ્થાપત્યો નામનું પુસ્તક લખ્યું છે, જેનું રવિવારના રોજ રાજ્યકક્ષાના પ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે કરવામાં આવ્યું હતું.
ઘુમલી અને બરડા ડુંગર આસપાસના સ્થાપત્યને ઉજાગર કરતું પુસ્તક ઘુમલીના સ્થાપત્યોનું વિમોચન કરાયું ઘુમલી અને બરડા ડુંગરના 42 જેટલા સ્થાપત્યોને આ પુસ્તકમાં આવરી લેવાયા
ઘુમલી વિસ્તારના અને બરડાની આસપાસના 42 જેટલા સ્થાપત્યોને આ પુસ્તકમાં આવરી લેવાયા છે, જેમાં નવલખું મંદિર, ગણેશ મંદિર, જૈન મંદિર રામપુર, આશાપુરા મંદિર, વિન્ધ્યાવાસીની મંદિર, ભ્રગુકુંડ, જેતા વાવ, સેંધવ તામ્રપત્ર તથા ગાયત્રી મંદિર મોડપર ગઢ સહિતના અનેક મંદીરોને આવરી લેવાયા છે.
ઘુમલી અને બરડા ડુંગર આસપાસના સ્થાપત્યને ઉજાગર કરતું પુસ્તક ઘુમલીના સ્થાપત્યોનું વિમોચન કરાયું ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં લખાયેલ હોવાથી પ્રવાસીઓને પણ મદદરૂપ બનશે આ પુસ્તક
ઘુમલી અને બરડા વિસ્તારમાં અનેક પ્રવાસીઓ આવતા હોય છે, પરંતુ તેઓને આ સ્થાપત્ય અને કલા વિશેની માહિતી હોતી નથી, જેના કારણે માત્ર ફોટા પડાવીને નીકળી જાય છે, પરંતુ જો તેઓ ઊંડાણપૂર્વક માહિતી મેળવે તો ઇતિહાસ ઉજાગર થઇ શકે તેમ છે, તે હેતુસર આ પુસ્તક અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં લખાયેલું હોવાથી દેશ અને વિદેશના પ્રવાસીઓને આ પુસ્તક ઉપયોગી રહેશે.
ઘુમલી અને બરડા ડુંગર આસપાસના સ્થાપત્યને ઉજાગર કરતું પુસ્તક ઘુમલીના સ્થાપત્યોનું વિમોચન કરાયું રાજ્યકક્ષાના પ્રધાન હકુભા સહિત અનેક આગેવાનો રહ્યા ઉપસ્થિત
ઘુમલીમાં આવેલ વિન્ધ્યાવાસીની મંદિર ખાતે કરાયેલું ઘુમલીના સ્થાપત્યો પુસ્તકના વિમોચન પ્રસંગે રાજ્યકક્ષાના પ્રધાન ધર્મેન્દ્રસિંહ મેરૂભા જાડેજા હકુભા, જામનગર રાજપૂત સમાજના પ્રમુખ પીએસ જાડેજા, પોરબંદર રાજપૂત સમાજના પ્રમુખ રાજેન્દ્રસિંહ મનુભા જેઠવા, પાંડાવદર ગામના સરપંચ ધર્મેન્દ્રસિંહ જેઠવા, ક્ષત્રિય મહાસભા ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ ગોવુભા જાડેજા, ખરેડી સ્ટેટના કુમાર કલા દિવ્યરાજસિંહ જાડેજા, ભાજપ જામનગર શહેર મહામંત્રી વિજયસિંહ જેઠવા, ભાણવડ રાજપૂત સમાજના પ્રમુખ વિજયસિંહ વાળા અને ઝાલાવાડના ઇતિહાસકાર લકિરાજસિંહ ઝાલા તથા લોક ગાયક માલદેભાઈ આહીર અને મોરાણાના સરપંચ નારૂભા જેઠવા તથા જળ ક્રાંતિના પ્રણેતા મનસુખભાઈ સુવાગીયા ઉપસ્થિત રહ્યા હતા.