ગુજરાત

gujarat

ETV Bharat / state

Porbandar News: પોરબંદર પાલિકામાં પ્રથમ જનરલ બોર્ડની બેઠકનું આયોજન, સામાન્ય સભા એક કલાક ચાલી - chairmanship of newly appointed president

પોરબંદર નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખના અધ્યક્ષ સ્થાને પ્રથમ જનરલ બોર્ડની બેઠકનું આજે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને જુદા જુદા મુદ્દે ચર્ચા થઈ હતી. મહત્વની બાબત એ હતી કે દર વખતે જનરલ બોર્ડની બેઠક માત્ર પાંચ મિનિટમાં પૂર્ણ થઈ જતી હતી.

પોરબંદર પાલિકાનો દૌર બદલાયો! અગાઉ પાંચ મિનિટ માં પૂર્ણ થતી સામાન્ય સભા એક કલાક ચાલી
પોરબંદર પાલિકાનો દૌર બદલાયો! અગાઉ પાંચ મિનિટ માં પૂર્ણ થતી સામાન્ય સભા એક કલાક ચાલી

By ETV Bharat Gujarati Team

Published : Oct 27, 2023, 9:35 AM IST

પોરબંદર પાલિકાનો દૌર બદલાયો! અગાઉ પાંચ મિનિટ માં પૂર્ણ થતી સામાન્ય સભા એક કલાક ચાલી

પોરબંદર: નગરપાલિકા નવનિયુક્ત પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીના અધ્યક્ષ સ્થાને સર્વ પ્રથમ જનરલ બોર્ડની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ વખત યોજાયેલી આ બેઠકમાં વિસ્તૃત ચર્ચા થઈ હતી. ભૂતકાળમાં બેઠકો યોજતા ત્યારે માત્ર પાંચ મિનિટમાં ઠરાવ પસાર થઈ જતા હતા. જ્યારે આ વખતે નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી સહિત સભ્યો શૈલેષભાઈ જોશી વગેરે પ્રમુખ સ્થાને ના મુદ્દાઓ રજૂ કર્યા હતા અને વિસ્તૃત માહિતી પણ આપી હતી.

અનેક વિકાસના કામોને મંજૂરી અપાય:પાલિકાના પ્રમુખ ચેતનાબેન તિવારીએ જણાવ્યું હતું કે પાલિકા દ્વારા ઓર્ડર નજીક બનાવવામાં આવેલ ગૌશાળામાં ઘાસચારાના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે અને દર્દીઓને એમીલેશન દર ઘટાડવાની દરખાસ્ત આવી હતી તે અંગે પણ વિચાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કર્મચારીના મેડિકલ અને ભાડા માં પણ સુધારો કરવામાં આવ્યો છે. પોરબંદર શહેરના રસ્તાઓ વરસાદના કારણે બિસ્માર હાલત બની હોય આથી રસ્તા રીપેરીંગ કરવામાં આવશે. આ ઉપરાંત કમલાબાગ સર્કલમાં આવેલ રસ્તા પર સિમેન્ટ નો રોડ બનાવવામાં આવે તેવી પણ ચર્ચા થઈ હતી. પોરબંદરમાં પક્ષી અભયારણ્ય નજીક ટાઉનહોલ બનાવવાના કામને પણ બહાલી આપવામાં આવી હતી.આ ઉપરાંત વિવિધ સમિતિના ચેરમેનની નિયુક્તિ કરવામાં આવી છે.

એજ્યુકેશન સમિતિના ચેરમેનમાં ઓચિંતો ફેરફાર: પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકામાં આજે મળેલ સામાન્ય સભામાં વિવિધ સમિતિઓના ચેરમેનની નિમણૂક કરવામાં આવતી જેમાં એજ્યુકેશન સમિતિમાં બેઠકમાં ગીતાબેન કાણાકીયાનું નામ જાહેર કર્યું હતું. પરંતુ બેઠક પૂર્ણ થયા બાદ પાછળથી લીલાબેન મોતીવરસનું નામ જાહેર કર્યું હતું. આ બાબતે ગીતાબેન કાણાકીયાને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે તેમની બીમારીના કારણે પોતાનાથી આ જવાબદારી સંભાળી ન શકાય. તેથી તેઓએ રાજી ખુશીથી આ પદ સંભાળ્યું ન હતું.

કારોબારી સમિતિના ચેરમેન સામે એફઆઈઆર: જ્યારે પોરબંદર નગરપાલિકા નવનિયુક્ત પ્રમુખ ચેતનાબેન તિવારીનું નામ જાહેર થયું ત્યારે જ પોરબંદર નગરપાલિકાના કારોબારી સમિતિ ના ચેરમેન તરીકે ભાજપ સંગઠન દ્વારા દિલીપભાઈ કેશુભાઈ ઓડેદરાનું નામ જાહેર કરવામાં આવ્યું હતું. પરંતુ દિલીપ કેશુભાઈ ઓડેદરા સામે એફ આઈ આર થઈ છે. ત્યારે તેમનો હોદ્દો યથાવત રહેશે કે કેમ તેવા સવાલ કરતા ચેતનાબેન તિવારીએ જણાવ્યું હતું કે જે કંઈ પણ નિર્ણય લેવામાં આવશે. તે ઉપરથી સંગઠન લેવલે લેવાશે હાલ તેના વિશે કશું કહી ન શકાય અત્યારે તેઓ એક્ઝિક્યુટિવ કમિટીના ચેરમેન તરીકે સેવા આપી રહ્યા છે.

  1. Vibrant Porbandar Summit : વાઇબ્રન્ટ પોરબંદર સમિટમાં રૂપિયા 449 કરોડના 546 MOU થયા
  2. Porbandar Crime News: નજીવી બાબતમાં દીકરાના જન્મદિવસે જ ટોળાએ પિતાની કરી હત્યા

ABOUT THE AUTHOR

...view details