પોરબંદરમાં આશરે અઢીસોથી ત્રણસો વર્ષ જૂનું પ્રાચીન ગણેશ મંદિર પોરબંદરની મુખ્ય બજારમાં આવેલું છે. એક જ પથ્થરમાંથી ઉભા ગણેશજીની મૂર્તિ આ મંદિરમાં આવેલી છે. જેમાં અનેક લોકોની શ્રદ્ધા અને આસ્થા જોડાયેલી છે.
પોરબંદરમાં આવેલ પ્રાચીન ગણેશ મંદિરના કરો દર્શન - પોરબંદર
પોરબંદરઃ ગણપતિ બાપાની લોકો શ્રદ્ધાથી પૂજા અર્ચના કરે છે અને વિઘ્ન હર્તા સૌનું કલ્યાણ કરે તેવી પ્રાર્થના કરે છે, ત્યારે પોરબંદરમાં મધ્ય બજારમાં ગણેશજીનું પ્રાચીન મંદિર આવેલ છે. જયાં અનેક લોકોની મનોકામના પૂર્ણ થાય છે. મોટી સંખ્યામાં અહીં ભકતો દર્શનાર્થે આવે છે અને ઇચ્છીત ફળ પ્રાપ્તિ મેળવે છે.
![પોરબંદરમાં આવેલ પ્રાચીન ગણેશ મંદિરના કરો દર્શન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4330658-thumbnail-3x2-hd.jpg)
ganesh
પોરબંદરમાં આવેલ પ્રાચીન ગણેશ મંદિરના કરો દર્શન
દર વર્ષે ગણેશ ચતુર્થીના દિવસે સવારના સમયે હવનનું આયોજન કરવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાય છે અને આ હવનમાં દર વર્ષે ૧૦૦૮ લાડુ સમર્પિત કરાય છે. ગણેશ મંદિર મિત્ર મંડળ દ્વારા ભક્તો માટે ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે અને આરતી બાદ મોટી સંખ્યામાં આવનાર શ્રદ્ધાળુઓ પ્રસાદનો લાભ મેળવી ધન્યતા અનુભવે છે.
પોરબંદરથી નિમેશ ગોંડલિયાનો રિર્પોટ ETV BHARAT